________________
૧૮૪.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૩-૧૯૬૪ सम्प्राप्तिर्भवति, आदिशब्दात् सिद्धिपरिग्रह इति गाथार्थः ॥१०६३॥ નોંધ:
ટીકામાં ‘વોપરીમતક્ષોન' છે, તેને સ્થાને રોત્તરોત્તરવૃદ્ધિનક્ષત્ર હોવું જોઈએ. ટીકાર્ય :
અને તેનાથી=અપૂર્વકરણથી, કહેવાનાર સ્વરૂપવાળું દ્રવ્યસમ્યક્ત થાય છે; અને તેનાથી=દ્રવ્યસમ્યક્તથી, તેને=પ્રક્રાંત એવા જીવને, કહેવાનાર લક્ષણવાળું ભાવસમ્યક્ત જ થાય છે, તેનાથી=ભાવસમ્યક્તથી, ચરણની ઉત્તર-ઉત્તર વૃદ્ધિસ્વરૂપ ચરણના ક્રમ વડે કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ‘મર' શબ્દથી= “વત્રજ્ઞાનાદ્રિ''માં રહેલ ‘આ’ શબ્દથી, સિદ્ધિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દરેક જીવને મોક્ષને અનુકૂળ ભવ્યત્વ સમાન હોવા છતાં ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન રીતે મોક્ષે જવાને અનુકૂળ ભવ્યત્વ દરેક જીવનું જુદું છે.
વળી, તે ભવ્યત્વ પણ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિની અપેક્ષા રાખવાના સ્વભાવવાળું છે; તેથી પરસ્પર અપેક્ષાથી સ્વભાવાદિ પાંચ કારણો દ્વારા જ્યારે જીવના વીર્યનો ઉલ્લાસ થાય છે, ત્યારે જીવ અપૂર્વકરણને પ્રાપ્ત કરે છે, અને તે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિનો ભેદ કરીને આગળમાં બતાવાશે એવા સ્વરૂપવાળા દ્રવ્યસમ્યક્તને જીવ પ્રાપ્ત કરે છે, અને દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી આગળમાં બતાવાશે એવા સ્વરૂપવાળા ભાવસમ્યક્તને જીવ પ્રાપ્ત કરે છે, અને ભાવસમ્યક્તને પ્રાપ્ત કર્યા પછી ચારિત્રની ઉત્તરોત્તર વૃદ્ધિના ક્રમથી જીવ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને અંતે સર્વ કર્મના ક્ષયરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
આનાથી એ ફલિત થાય કે દ્રવ્યસમ્યક્તથી માંડીને મોક્ષ સુધીના કાર્યની નિષ્પત્તિ પ્રત્યે સ્વભાવાદિ પાંચેય કારણો પરસ્પર અપેક્ષા રાખીને તે તે પ્રકારનું જીવનું વીર્ય ઉલ્લસિત કરે છે, અને જીવનું જેવું જેવું વીર્ય ઉલ્લસિત થાય છે, તે તે પ્રમાણે જીવને ક્રમસર દ્રવ્યસમ્યક્ત, ભાવસમ્યક્ત, યાવત્ મોક્ષ સુધીનાં ફળોની પ્રાપ્તિ થાય છે. ૧૦૬૩ll
અવતરણિકા :
द्रव्यसम्यक्त्वादिस्वरूपमाह -
અવતરણિકાર્ય :
દ્રવ્યસમ્યક્તાદિના=દ્રવ્યસમ્યક્તના અને મારિ' પદથી પ્રાપ્ત એવા ભાવસભ્યત્ત્વના, સ્વરૂપને કહે છે –
ગાથા :
जिणवयणमेव तत्तं एत्थ रुई होइ दव्वसम्मत्तं । जहभावणाणसद्धापरिसुद्धं भावसम्मत्तं ॥१०६४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org