________________
૧૮૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૨-૧૦૬૩ કાળ વગેરે ચાર કારણોની અપેક્ષા રાખવાનો પણ સ્વભાવ છે. તેથી વિચિત્ર સ્વરૂપવાળા સ્વભાવાદિ પાંચના સમુદાયથી જ પ્રક્રાંત એવો જીવ પાંચ કારણોની પરસ્પર અપેક્ષા રાખીને દ્રવ્યશ્રુતના બળથી સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારનું જીવવીર્ય પ્રાપ્ત કરે છે, જેના કારણે તે જીવ અપૂર્વકરણ નામના કરણરૂપે ઉલ્લસિત બને છે અને ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્તને પ્રાપ્ત કરે છે.
આનાથી એ ફલિત થયું કે જીવના તેવા પ્રકારના ભવ્યત્વ પ્રમાણે જીવનું વીર્ય ઉલ્લાસ પામે છે, તેથી પૂર્વે અનંતીવાર શ્રતધર્મની પ્રાપ્તિ થવા છતાં જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તનું કારણ બને તેવું જીવનું વીર્ય ઉલ્લસિત થયું.
આમ, જીવવીર્યના ઉલ્લસનરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યશ્રુત બાહ્ય નિમિત્તકારણ બને છે, અને કર્મમલની અલ્પતા આદિ કારણો અંતરંગ કારણ બને છે, જેથી જીવના ભવ્યત્વ અનુસાર વિર્યનો ઉલ્લાસ થાય છે, જેના અવલંબનથી જીવ અપૂર્વકરણ કરે છે, અને તે અપૂર્વકરણથી ગ્રંથિનો ભેદ થવા દ્વારા જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ અર્થાત્ સભૂત અર્થની જિનવચનાનુસાર યથાર્થ શ્રદ્ધા થવારૂપ, સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. /૧૦૬રા અવતરણિકા:
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પરસ્પર અપેક્ષાવાળાં સ્વભાવાદિ પાંચ કારણોના સમુદાયથી જ પ્રક્રાંત એવો જીવ સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારના વીર્યને પ્રાપ્ત કરે છે, જેનાથી અપૂર્વકરણરૂપે જીવ ઉલ્લસિત થાય છે.
હવે તે અપૂર્વકરણથી શું થાય છે? અને તેના દ્વારા ક્રમસર કેવલજ્ઞાન કઈ રીતે થાય છે? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
तत्तो अ दव्वसम्मं तओ अ से होइ भावसम्मं तु ।
तत्तो चरणकमेणं केवलनाणाइसंपत्ती ॥१०६३॥ અન્વયાર્થ:
તત્તો અને તેનાથી અપૂર્વકરણથી, વ્યસમં દ્રવ્યસમ્યક્ત થાય છે; તો મ=અને તેનાથી દ્રવ્યસમ્યક્તથી, એ તેને=પ્રક્રાંત એવા જીવને, માવસમં તુ ભાવસમ્યક્ત જ હોડું થાય છે; તો તેનાથી=ભાવસમ્યક્તથી, વરVામેvi ચરણના ક્રમ વડે વર્તનારૂપત્તી-કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ગાથાર્થ :
અને અપૂર્વકરણથી દ્રવ્યસમ્યક્ત થાય છે, દ્રવ્યસખ્યત્વથી પ્રક્રાંત એવા જીવને ભાવસભ્યત્વ જ થાય છે, ભાવસભ્યત્વથી ચારિત્રના ક્રમ વડે કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ટીકા :
ततश्च द्रव्यसम्यक्त्वं-वक्ष्यमाणस्वरूपं, ततश्च द्रव्यसम्यक्त्वात् से-तस्य भवति भावसम्यक्त्वमेव वक्ष्यमाणलक्षणं, ततश्चरणक्रमेण चरणोपशमलक्षणेन(? चरणोत्तरोत्तरवृद्धिलक्षणेन) केवलज्ञानादि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org