________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧
૧૮૧
ભાવાર્થ :
અત્યાર સુધી ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દરેક જીવમાં સિદ્ધિગમનને યોગ્ય ભવ્યત્વ તુલ્ય હોવા છતાં ભવ્યત્વ સર્વથા તુલ્ય નથી, પરંતુ કાળાદિના ભેદથી જીવ મોક્ષમાં જાય છે, તેને અનુરૂપ જીવનું ભવ્યત્વ જુદું પણ છે, આથી જ દરેક જીવને આશ્રયીને મોક્ષરૂપ ફળ પ્રત્યે કાલાદિકૃત ભેદ પ્રાપ્ત થાય છે.
આમ સ્વીકારીએ તો પૂલદષ્ટિથી લાગે કે જીવનું જેવું જેવું ભવ્યત્વ હોય છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન કાળાદિને આશ્રયીને મોક્ષરૂપ કાર્ય થાય છે, માટે કાર્ય પ્રત્યે ભવ્યત્વરૂપ સ્વભાવને કારણે માનીએ, અને સ્વભાવરૂપ કારણથી અન્ય એવાં કર્માદિને કારણ ન માનીએ તો ચાલે. અને એમ સ્વીકારવાથી દરેક જીવનું ભવ્યત્વ કથંચિત્ સમાન અને કથંચિત્ અસમાન પ્રાપ્ત થાય છે, માટે ભવ્યત્વમાં અનેકાંત પ્રાપ્ત થાય છે, જેનાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે; આમ છતાં કાર્ય પ્રત્યે ભવ્યત્વને એકાંતે કારણ સ્વીકારવાથી અને કર્માદિને ન સ્વીકારવાથી કાર્યમાત્ર પ્રત્યે પાંચેય કારણોને ઉચિત રીતે સ્વીકારવારૂપ અનેકાંતનો અપલાપ પણ થાય છે. તેથી જેમ સ્વભાવમાં અનેકાંત છે એવું પૂર્વે સ્થાપન કર્યું, તેમ કાર્ય પ્રત્યે કારણના સ્વીકારમાં પણ અનેકાંત છે, એ સ્પષ્ટ કરવા માટે કહે છે –
પૂર્વમાં સ્વભાવવાદનું સ્થાપન કર્યું એથી કાર્ય પ્રત્યે સ્વભાવરૂપ કારણથી અન્ય એવાં કર્માદિ ચાર કારણો નથી એમ સિદ્ધ થતું નથી; કેમ કે દરેક જીવનું તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું ભવ્યત્વ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિ ચાર કારણોની પણ અપેક્ષા રાખે તેવા સ્વભાવવાળું છે.
આનાથી એ ફલિત થાય કે દરેક જીવનું ભવ્યત્વ મોક્ષગમનની યોગ્યતારૂપે સમાન છે, અને કાળ, લિંગાદિના ભેદથી મોક્ષગમનની યોગ્યતારૂપે ભિન્ન છે. માટે જે પ્રકારે કાર્ય થાય છે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનું ભવ્યત્વનું સ્વરૂપ છે.
વળી, જે રીતે તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનું ભવ્યત્વનું સ્વરૂપ છે, તે રીતે કાર્ય પ્રત્યે કર્માદિ ચાર કારણોની અપેક્ષા રાખવાનું પણ ભવ્યત્વનું સ્વરૂપ છે. તેથી મોક્ષને અનુકૂળ વીર્યનો ઉલ્લાસ થવારૂપ કાર્ય પ્રત્યે તેવા પ્રકારના સ્વભાવવાળું ભવ્યત્વ કર્મમલની અલ્પતાની પણ અપેક્ષા રાખે છે, કાળના પરિપાકની પણ અપેક્ષા રાખે છે અને પુરુષકારની પણ અપેક્ષા રાખે છે. આમ, અન્ય કારણોની અપેક્ષા રાખીને કાર્ય કરવાનો ભવ્યત્વનો સ્વભાવ છે, માટે દરેક જીવનું ભવ્યત્વ અન્ય કારણોની પણ અપેક્ષા રાખે તેવા વિચિત્ર સ્વભાવવાળું છે. આથી મોક્ષરૂપ ફળ પ્રત્યે માત્ર સ્વભાવ કારણ નથી, પરંતુ પાંચેય કારણોનો સમુદાય કારણ છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે જીવને પૂર્વમાં અનંતી વખત ભૂતાર્થવાચક શ્રુતધર્મની પ્રાપ્તિ થઈ, છતાં અત્યાર સુધી જીવના વીર્યનો ઉલ્લાસ થયો નહીં, અને વર્તમાનમાં ભૂતાર્થવાચક શ્રુતધર્મથી જીવના વીર્યનો ઉલ્લાસ થયો, તેમાં તે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ કારણ છે, છતાં તે સ્વભાવ અન્ય ચાર કારણોની પણ અપેક્ષા રાખે છે. આથી જીવવીર્યના ઉલ્લસનરૂપ ફળ પ્રત્યે પાંચેય કારણોની કારણતા છે, અને જીવનું ભવ્યત્વ આવા સ્વભાવવાળું હોવાને કારણે જ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી પૂર્વે જીવવીર્ય ઉલ્લસિત ન થયું અને વર્તમાનમાં થયું. /૧૦૬૧il.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org