________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦-૧૦૬૧
૧૦૯
સમ્યક્તાદિ ભાવો પ્રાપ્ત કરવાને યોગ્ય એવું ભવ્યત્વ જુદું છે એ રીતે ભવ્યત્વ અનેક પ્રકારવાળું નથી. આથી તે ભવ્યત્વ જે જે રૂપે પરિણમન પામે છે તે તે રૂપે ભવ્યત્વનો ઉપક્રમણાધિરૂપ તથાભાવ પણ ભવ્યત્વનું પોતાનું સ્વરૂપ છે; કેમ કે દરેક જીવનું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ એક જ છે, અનેક પ્રકારવાળું નથી. માટે જે જીવનું જે પ્રકારનું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ હોય તેને અનુરૂપ સામગ્રી પ્રાપ્ત કરીને તે કાળમાં તે જીવનું તે ભવ્યત્વ પરિપાક પામે છે, અને સર્વ ભવ્ય જીવોના ભવ્યત્વનો પરિપાક ભિન્ન ભિન્ન કાળાદિથી થાય છે, તેથી સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન રીતે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, એમ સિદ્ધ થાય છે. માટે સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ સર્વથા સમાન નથી.
વળી, ભવ્યત્વનો ઉપક્રમણાદિરૂપ તથાભાવ આત્મભૂત કેમ છે ? તેમાં યુક્તિ આપે છે કે નિજ ભાવ એ સ્વભાવ છે અર્થાત્ ભવ્યત્વનો પોતાનો ભાવ તે ભવ્યત્વનો સ્વભાવ છે, અને દરેક જીવમાં સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ તે તે કાલાદિથી પરિપાક પામે છે, તેથી દરેક ભવ્ય જીવમાં વર્તતા ભવ્યત્વનો પોતાનો ભાવ તે તે કાળમાં તે તે રૂપે ઉપક્રમણાદિ પામવાનો છે, માટે દરેક જીવનું ભવ્યત્વ તે તે કાળમાં તે તે રૂપે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવરૂપે ભિન્ન છે અને સિદ્ધિગમનની યોગ્યતારૂપે તુલ્ય છે.
આ રીતે દરેક જીવનું સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ અનાદિ સ્વરૂપવાળું છે અને એક જ છે, પરંતુ અનેક પ્રકારવાળું નથી, અને તેનું ભવ્યત્વ જે જે પ્રકારે ઉપક્રમણાદિ પામે છે તે તે પ્રકારના સ્વભાવવાળું છે. આથી દરેક જીવનું જુદા જુદા પ્રકારનું ભવ્યત્વ છે, એમ ફલિત થાય. માટે પૂર્વપક્ષીએ ગ્રંથકારનો પક્ષ જ સ્વીકાર્યો.
તેથી સિદ્ધ થયું કે ભવ્યત્વના ભિન્ન સ્વભાવને કારણે જ દરેક ભવ્ય જીવ ભિન્ન ભિન્ન કાળમાં, ભિન્ન ભિન્ન લિંગમાં, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન રીતે મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. I૧૦૬ol અવતરણિકા :
स्वभाववाद एव तर्हि तत्त्ववादः, अनङ्गं शेषाः कर्मादय इत्याशङ्क्याह - અવતરણિતાર્થ :
તો સ્વભાવવાદ જ તત્ત્વવાદ છે–ફળનિષ્પત્તિ પ્રત્યે સ્વભાવ જ સંપૂર્ણ કારણ છે, શેષ એવાં કર્યાદિ અનંગ છે=અકારણ છે, અર્થાત્ ફળનિષ્પત્તિ પ્રત્યે કારણ નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ:
ગાથા ૧૦૫૮થી ૧૦૬૦માં ગ્રંથકારે બતાવ્યું કે કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ સ્વીકારીએ તો દેશનાદિ દ્વારા અભવ્યત્વનું પણ ઉપક્રમણાદિ સ્વીકારવું પડે, અને તેમ સ્વીકારીએ તો અભવ્યને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે. આ પ્રકારના દોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો કર્યાદિનો સ્વભાવ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે ભવ્યત્વનું પોતાનું ઉપક્રમણાદિ પામવાનું સ્વરૂપ છે, તેથી જીવનું ભવ્યત્વ જે જે પ્રકારનું છે તે તે પ્રકારે પરિપાક પામીને મોક્ષનું સાધક બને છે. માટે દરેક જીવનું ભવ્યત્વ સિદ્ધિગમનની યોગ્યતારૂપે તુલ્ય હોવા છતાં કાળાદિના ભેદથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિરૂપે તુલ્ય નથી. આથી જે જીવ જે કાળ, લિંગાદિને આશ્રયીને મોક્ષે જાય છે, તે જીવનું તેવા પ્રકારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org