________________
૧૦૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૮-૧૦૫૯ ઉપક્રમણાદિ થાય છે, તેમ દેશનાદિ દ્વારા અભવ્ય જીવોના પણ અભવ્ય સ્વભાવનું ઉપક્રમણાદિ થાય છે એમ માનવું પડે. માટે અભવ્ય જીવોને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે, એવો પૂર્વમાં આપેલો દોષ અનિવર્તિન પામેલો જ છે. તિ થઈ એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછ્યું કે દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળાં ન હોય તો ભવ્ય જીવો દેશનાદિ દ્વારા મોક્ષે કઈ રીતે જઈ શકે? તેના સમાધાન માટે પૂર્વપક્ષી કહે કે જીવમાં ભવ્યત્વ હોય તો દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે. આથી દેશનાદિ દ્વારા અભવ્ય જીવો મોક્ષે જતા નથી, પણ ભવ્ય જીવો મોક્ષે જાય છે.
આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે અભવ્ય જીવોનો મોક્ષમાં જવાનો સ્વભાવ નથી, માટે દેશનાદિનું નિમિત્ત પામવા છતાં તેઓ મોક્ષે જતા નથી; અને ભવ્ય જીવોનો મોક્ષમાં જવાનો સ્વભાવ છે, માટે દેશનાદિનું નિમિત્ત પામીને તેઓ મોક્ષે જાય છે; આમ છતાં સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તો તુલ્ય જ છે, પણ કર્માદિ દ્વારા તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે, માટે ભવ્ય જીવો ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે.
તેને ગ્રંથકાર કહે છે કે જો સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ સર્વથા સમાન જ હોય તો કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવ પણ અભવ્યદેશના જેવો છે, અર્થાત્ જેમ દેશનાદિ દ્વારા અભવ્યો ભવ્ય બની જતા નથી, તેમ કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા સમાન એવું ભવ્યત્વ અસમાન બની જતું નથી. માટે તત્ત્વથી કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ નથી, એમ માનવું પડે.
આ વાતને દઢ કરવા માટે ગ્રંથકારશ્રી ટીકામાં કહે છે કે ભવ્યત્વના સ્વભાવભેદને કારણે ફળભેદ થાય છે એ વ્યતિકરમાં અવશ્ય આ આમ જ છે, એમ ભાવન કરવું જોઈએ, અર્થાત્ જો જીવોનો ભવ્યત્વનો સ્વભાવ સર્વથા સમાન હોય તો કર્માદિ દ્વારા કાળ, લિંગાદિના ભેદથી ફળભેદ થઈ શકે નહીં; અને આમ હોવા છતાં સર્વ ભવ્ય જીવોના સમાન ભવ્યત્વનું કર્માદિ દ્વારા ઉપક્રમણાદિ થતું હોવાથી કાળ, લિંગાદિ દ્વારા ફળભેદ થાય છે, તે પ્રકારે સ્વીકારવામાં આવે, તો અભવ્ય જીવોના પણ અભવ્ય સ્વભાવનું દેશનાદિ દ્વારા ઉપક્રમણાદિ થવું જોઈએ એમ સ્વીકારવું પડે; અને એમ સ્વીકારીએ તો અભવ્ય જીવો પણ ભવ્ય બની જવાથી તેઓનો પણ મોક્ષ થાય, એ પ્રકારનો પૂર્વમાં આપેલો દોષ નિવર્તન પામતો નથી જ. I૧૦૫૮ અવતરણિકા :
પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તુલ્ય માનીએ અને કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ માનીએ તો દેશનાદિનો પણ અભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ માનવો પડે, જેથી અભવ્યોને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે. આ દોષના ભયથી પૂર્વપક્ષી ભવ્યત્વનો અતસ્વભાવ સ્વીકારે તો પરમાર્થથી ગ્રંથકારની માન્યતાનો જ સ્વીકાર થાય છે, એ બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org