________________
- ૧
,
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૫-૧૦૫૬ પુરુષકારથી પણ મોક્ષરૂપ ફળમાં કાળ, લિંગ, ક્ષેત્રાદિનો ભેદ ઘટે નહીં, કેમ કે સર્વ ભવ્ય જીવોનો સ્વભાવ સરખો હોવા છતાં જો કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા મોક્ષરૂપ ફળ મેળવવા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદની પ્રાપ્તિ થતી હોય, અર્થાત્ સર્વ ભવ્ય જીવોમાં સિદ્ધિગમનયોગ્ય સ્વભાવ સમાન હોવાને કારણે સિદ્ધિગમનના કાળ સાથે સંલગ્ન એવા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદને અનુકૂળ એવો સ્વભાવભેદ નહીં હોવા છતાં કર્મ, કાળ, પુરુષકાર દ્વારા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદની પ્રાપ્તિ થતી હોય, તો અભવ્ય જીવોનો અભવ્ય સ્વભાવ હોવા છતાં પણ અર્થાત્ સિદ્ધિગમનને અયોગ્ય સ્વભાવ હોવા છતાં પણ દેશના વગેરે દ્વારા તેઓના અભવ્ય સ્વભાવનું પરિવર્તન થાય, જેથી અભવ્ય જીવો પણ દેશનાદિની સામગ્રી પામીને મોક્ષમાં જઈ શકે એમ સ્વીકારવું પડે.
આનાથી એ ફલિત થાય કે સ્વભાવના ભેદથી કાર્યનો ભેદ થાય છે, માટે જીવોનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોવાને કારણે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન સામગ્રીને પ્રાપ્ત કરીને જીવો મોક્ષે જાય છે.
આમ, જે જીવ જે પ્રકારના કાળ, લિંગ, ક્ષેત્રાદિ દ્વારા મોક્ષે જાય છે, તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ છે, અને જીવના તે ભવ્યત્વથી આક્ષિપ્ત એવા કર્મ, કાળ અને પુરુષકાર છે, જેના સહકારથી જીવનું ભવ્યત્વ જેવી યોગ્યતાવાળું હોય છે તેવી યોગ્યતાવાળા કાર્યરૂપે પરિણમન પામે છે. તેથી જે જીવનું જે કાળ, લિંગાદિ દ્વારા મોક્ષમાં જવાનું ભવ્યત્વ હોય તે જીવ તે કાળ, લિંગાદિ દ્વારા મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. માટે કર્મ, કાળ, પુરુષકાર દ્વારા પણ જીવના સ્વભાવમાં પરિવર્તન થતું નથી. એ રીતે અભવ્ય જીવોના અભવ્ય સ્વભાવનું દેશનાદિ દ્વારા પણ પરિવર્તન થતું નથી, માટે અભવ્ય જીવો મોક્ષે જતા નથી.
ટીકામાં “કર્માદિ”માં મારિ' શબ્દથી કાલાદિ પાંચ કારણો ગ્રહણ ન કર્યા પરંતુ કર્મ, કાળ અને પુરુષકાર એ ત્રણ જ કારણો ગ્રહણ કર્યા, તેનું તાત્પર્ય એ છે કે ભવ્યત્વરૂપ સ્વભાવથી થતા કાર્યભેદમાં કારણ કર્મ, કાળ અને પુરુષકાર જ બની શકે, નિયતિ બની શકે નહીં, કેમ કે નિયતિરૂપ કારણ નિયત કાળે થતા કાર્યમાં નિયામક છે, પરંતુ કાર્યભેદ થવામાં નિયામક નથી. તેથી પ્રસ્તુતમાં નિયતિને છોડીને ત્રણ કારણોનું ગ્રહણ કરેલ છે. /૧૦૫પા અવતરણિકા
तत्तुल्यतायामपि कर्मादेस्तत्स्वभावत्वात् स फलभेद इति मोहनिराकरणायाह - અવતરણિયાર્થ:
તેની તુલ્યતામાં પણ=ભવ્યત્વના તુલ્યપણામાં પણ, કર્યાદિનું તત્સ્વભાવપણું હોવાથીઃકર્મ, કાળ અને પુરુષકારનું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું હોવાથી, તે ફળભેદ છે=મોક્ષની પ્રાપ્તિ વખતે કાળ, લિંગાદિના ભેદની પ્રાપ્તિરૂપ ફળનો ભેદ છે, એ પ્રકારના મોહના નિરાકરણ માટે કહે છે – ભાવાર્થ:
સ્થૂલદૃષ્ટિથી જોનારા પૂર્વપક્ષીને ભ્રમ છે કે સર્વ ભવ્ય જીવોની મોક્ષમાં જવાની યોગ્યતા સમાન છે, છતાં સર્વ જીવોના કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ છે, તેથી દરેક જીવ કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળના ભેદને પ્રાપ્ત કરે છે. આવા પ્રકારનો પૂર્વપક્ષીનો ભ્રમ દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org