________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૨-૧૦૩૩
૧૨૯
આટલા કથનથી એ ફલિત થયું કે જગતમાં આગમરૂપ જે વચનો છે તે કોઈ પુરુષના વચનરૂપ હોવાથી પૌરુષેય છે, પણ એકાંતે અપૌરુષેય નથી. તો કોનું વચન ભૂતાર્થવાચક બને ? એવી કોઈને શંકા થાય, એથી કહે છે –
અપક્ષીણદોષવાળા જીવોનાં સર્વ વચનો ભૂતાર્થનાં વાચક નથી. આશય એ છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ દોષો જેમના નાશ પામ્યા નથી તેવા છબસ્થ જીવોના કેટલાક વચનો યથાર્થ પદાર્થને કહેનારા હોય તોપણ, જગતમાં વિદ્યમાન એવા સર્વ પદાર્થોને યથાર્થ કહેનારા નથી. જ્યારે પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનાં સર્વ વચનો જ ભૂતાર્થનાં વાચક છે, જે શ્રુતધર્મરૂપ છે, અને તે ભૂતાર્થના વાચક એવા શ્રુતધર્મથી પ્રાયઃ કરીને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે.
આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૧૦૩રા
અવતરણિકા :
ગાથા ૧૦૩૧માં કહ્યું કે પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન જ શ્રતધર્મ છે અને ભૂતાર્થના વાચક એવા શ્રતધર્મથી પ્રાયઃ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષી નાદથી શંકા કરે છે – * ગાથા ૧૦૩૩થી ૧૦૩૭માં ગ્રંથકારે જે પૂર્વપક્ષ સ્થાપ્યો છે તેનું સંક્ષિપ્ત યોજના નીચે મુજબ છે, જેને લક્ષમાં રાખીને અન્વયાર્થ, ગાથાર્થ, ટીકાથ, ભાવાર્થ વાંચવામાં આવે તો તેનો યથાર્થ બોધ થઈ શકે.
ગ્રંથકારે ગાથા ૧૦૩૧માં કહ્યું કે પ્રાયઃ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષીને કહેવું છે કે ભૂતાર્થવાચક એવો શ્રુતધર્મ નવમા ગ્રેવેયક સુધી જતી વખતે જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યો, છતાં જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થયું નહીં, તેથી શ્રતધર્મને સમ્યક્તનો હેતુ કહી શકાય નહીં.
ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો જેમ બહિરંગ રીતે શ્રુતધર્મ હેતુ છે, તેમ અન્ય પણ કોઈ બહિરંગ હેતુ છે, જે સમ્યત્વનો અન્ય હેતુ જીવને અનંતકાળમાં ક્યારેય પ્રાપ્ત થયો નહીં, માટે માત્ર શ્રુતધર્મરૂપ એક હેતુ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થવા છતાં જીવને અત્યાર સુધી સમ્યક્ત થયું નહીં. અને જ્યારે સમ્યક્તના બંને હેતુઓનો જીવને યોગ થાય છે, ત્યારે જીવ સમ્યક્ત પામે છે.
તેને પૂર્વપક્ષી કહે છે કે જીવને જેમ સમ્યક્તનો મૃતધર્મરૂપ હેતુ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ સમ્યક્તનો કૃતધર્મથી અન્ય હેતુ પણ અનંતીવાર પ્રાપ્ત થયો છે; કેમ કે અનાદિકાળથી સંસારમાં ભમતા જીવને સર્વ બાહ્ય સંયોગો અનંતીવાર પ્રાપ્ત થયા છે.
અહીં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો શ્રુતધર્મરૂપ બાહ્ય હેતુ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, પરંતુ સમ્યક્તનો શ્રુતધર્મથી અન્ય બાહ્ય હેતુ અનંતકાળમાં પ્રાપ્ત થયો નથી, માટે અત્યાર સુધી જીવને સમ્યક્ત થયું નહીં.
તેને પૂર્વપક્ષી કહે છે કે સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય હેતુ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયો? અને અત્યારે જ કેમ પ્રાપ્ત થયો? તેની સંગતિ કરવા માટે તે અન્ય હેતુની અત્યારે પ્રાપ્તિ થવામાં કોઈ બીજો હેતુ માનવો પડશે, અને તે બીજો હેતુ પ્રાપ્ત થવા પ્રત્યે પણ કોઈ અન્ય હેતુ માનવો પડશે, જેથી હેતુઓની અનવસ્થા ચાલશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org