________________
૧૫૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૪૬, ૧૦૪૦-૧૦૪૮ અભ્યાસ કરે, દ્રવ્યસંયમ પાળે, યાવત નવેય રૈવેયકોમાં પણ અનંતાવાર જાય, તોપણ સંસારની નિર્ગુણતાને જાણીને સંસારના ઉચ્છેદને અનુકૂળ તે જીવનું વીર્ય ઉલ્લશે નહીં. આવો જીવનો સ્વભાવ હોવાને કારણે પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતના તેવા સંયોગોને પસાર કર્યા પછી, જ્યારે પાછળથી શ્રતધર્મનો સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે જીવમાં તે પ્રકારનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેથી તે જીવને તત્ત્વની જિજ્ઞાસા થાય છે, તત્ત્વને જાણીને તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરવાની રુચિ થાય છે અને તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરીને તે જીવા સંસારનો અંત કરે છે. આ સર્વ થવામાં જીવનો તેવા પ્રકારનો તથાભવ્યત્વ નામનો સ્વભાવ કારણ છે. ૧૦૪૬
અવતરણિકા :
ગાથા ૧૦૨૬-૧૦૩૭માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કરેલ કે સમ્યક્તની પ્રાપ્તિમાં શ્રુતધર્મથી અપરહેતુ કર્મ માની શકાય, અને તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ સુધી જીવને અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં જીવ સમ્યક્ત ન પામ્યો, તેથી સમ્યક્તના હેતુ તરીકે શ્રતધર્મને કે અપરહેતુ તરીકે કર્મને માની શકાય નહીં.
આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૧૦૩૮થી ૧૦૪૬ સુધી સ્થાપન કર્યું કે સમ્યક્ત મૃતધર્મથી જ થાય, સમ્યક્તનો અન્ય કોઈ હેતુ માનવાની જરૂર નથી. પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં કર્મનો વિજય કરવા માટે જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, માટે સમ્યક્ત ન થયું, જ્યારે જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે તે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે. વળી પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલા શ્રતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત ન થયું અને કાલાંતરે પ્રાપ્ત થયેલ શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, તેમાં પણ જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કારણ છે.
આ રીતે સ્થાપન કરવાથી તમને સ્વભાવવાદની પ્રાપ્તિ થશે, એવી આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
आहेवं परिचत्तो भवया णिअगोऽत्थ कम्मवाओ उ ।
भणिअपगाराओ खलु सहाववायब्भुवगमेणं ॥१०४७॥ અન્વયાર્થ :
હિં કહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – અવં આ રીતે=પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ રીતે, સ્થ અહીં=સમ્યક્તપ્રાપ્તિના અધિકારમાં, મવથી તમારા વડે મારો ઘr=ભણિત પ્રકારથી જ= પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ, સાવવા મુવમેvi સ્વભાવવાદના અભ્યપગમ દ્વારા for
Hવાગો કનિજક કર્મવાદ જ રિક્વોપરિત્યજાયો છે. ગાથાર્થ :
પૂર્વપક્ષી શંકા કરે છે – પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ રીતે સખ્યત્પ્રાપ્તિના અધિકારમાં તમારા વડે પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ સ્વભાવવાદ સ્વીકારવા દ્વારા પોતાના કર્મવાદનો જ ત્યાગ કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org