________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૦-૧૦૫૧
૧૫૯
ટીકાર્ય
કાળ, સ્વભાવ, નિયતિ=ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ, પુરુષકારણ=પ્રયત્ન; “આ કાલાદિ જ વિશ્વનાં કારણ છે” એવા પ્રકારના એકાંતવાળાં મિથ્યાત્વ છે—પાંચ કારણોનો મિથ્યા સ્વીકાર છે; તેઓ જ સમાસથી= સર્વ જ સમુદિત છતા કાળાદિ સર્વ જ કારણો એકઠા થયેલા એવા, ફળનું જનકપણું હોવાને કારણે સમ્યક્ત છે—પાંચ કારણોનો સમ્યફ સ્વીકાર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
સંમતિતર્ક ગ્રંથમાં આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિએ કહ્યું છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, જીવ દ્વારા પૂર્વે કરાયેલ કર્મ, અને જીવમાં વર્તતો પ્રયત્ન; આ પાંચેય કારણોમાંથી કોઈપણ એક કારણ કાર્ય પ્રત્યે એકાંતે કારણ માનવામાં આવે તો તે બોધ મિથ્યા છે, માટે તેવો બોધ મિથ્યાત્વનો જનક છે; અને જો આ પાંચેય કારણોને પરસ્પર ઉચિત રીતે સંગ્રહ કરીને કાર્ય પ્રત્યે કારણ માનવામાં આવે, તો તે બોધ સમ્ય છે; કેમ કે પાંચ કારણો ભેગાં થઈને કાર્ય પેદા કરે છે, માટે તેવો બોધ સમ્યક્તનો જનક છે. //૧૦૫૦ અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિકાર્યઃ
આને જ સ્પષ્ટ કરે છે, અર્થાતુ પૂર્વગાથાના અંતે કહ્યું કે કાલાદિ પાંચેય કારણો જ સંગ્રહથી સમ્યક્ત છે, એ વાતને જ સ્પષ્ટ કરે છે –
ગાથા:
सव्वे वि अ कालाई इअ समुदाएण साहगा भणिआ ।
जुज्जंति अ एमेव य सम्मं सव्वस्स कज्जस्स ॥१०५१॥ અન્વયાર્થ :
રૂમ અને આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સમુલાઈ-સમુદાયથી સર્વે વિ ાના સર્વ પણ કાલાદિ સાદા મળિ સાધક કહેવાયા છે, જીવ અને આ રીતે જ સવ્ય સર્વ કાર્યના (સાધક કાલાદિ) સપ્ન સમ્યગુ ગુગંતિ યોજાય છે ઘટે છે. * “ઘ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ રીતે સમુદાયથી સર્વ પણ કાલાદિ સાધક કહેવાયા છે, અને આ રીતે જ સર્વ કાર્ચના સાધક કાલાદિ સખ્ય ઘટે છે. ટીકા :
सर्वेऽपि च कालादयः-अनन्तरोपन्यस्ताः इय-इति समुदायेन इतरेतरापेक्षाः साधकाः भणिताः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org