________________
૧૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૫૩ ગાથા :
एत्थं पि ता सहावो इट्ठो एवं तओ ण दोसो णं ।
सो पुण इह विनेओ भव्वत्तं चेव चित्तं तु ॥१०५३॥ અન્વયાર્થ: - અત્યં પિકઅહીં પણ સમ્યક્તપ્રાપ્તિના પ્રક્રમમાં પણ, પર્વ આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, સદાવો રૂસ્વભાવ ઇષ્ટ છે, તો તે કારણથી લોકો અમને દોષ નથી. રૂદ પુવળી અહીં= સમ્યક્તપ્રાપ્તિના વિષયમાં, તો તે સ્વભાવ, વિત્ત મધ્યનં વેવ=ચિત્ર એવું ભવ્યત્વ જ વિમો જાણવો. * “તા' વાક્યાલંકારમાં છે. * “તુ' પાદપૂર્તિમાં છે.
ગાથાર્થ :
સમ્યક્તપ્રાપ્તિના પ્રક્રમમાં પણ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે રવભાવ ઇષ્ટ છે, તે કારણથી અમને દોષ નથી. વળી સચન્દ્રપ્રાપ્તિના વિષયમાં રવભાવ વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ જાણવો. ટીકા :
अत्राऽपि प्रक्रमे तावत् स्वभाव इष्ट एवम्-उक्तेन प्रकारेण, ततो न दोषो नः अस्माकं कर्मवादत्यागस्वभावाभ्युपगमरूपः, स पुनः स्वभावोऽत्र-प्रक्रान्ते विज्ञेयः, किम्भूत इत्याह-भव्यत्वमेव अनादिपारिणामिकभावलक्षणं चित्रं तु तदा तथापाकादियोग्यतयेति गाथार्थः ॥१०५३॥
* “તથા૫%રિ''માં રિ' પદથી તે પ્રકારનો ભવ્યત્વનો વિકાસ અને મોક્ષની પ્રાપ્તિ વખતે થતો જીવના ભવ્યત્વનો નાશ ગ્રહણ કરવાનો છે.
ટીકાર્ય :
આ પ્રક્રમમાં પણ=સમ્યક્તપ્રાપ્તિના પ્રસંગમાં પણ, આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી, સ્વભાવ ઈષ્ટ છે, તે કારણથી અમને કર્મવાદના ત્યાગ અને સ્વભાવના અભ્યપગમરૂપ દોષ નથી. વળી અહીં=પ્રક્રાંતમાં=પ્રક્રાંત એવા સમ્યક્તપ્રાપ્તિના વિષયમાં, ત્યારે=જ્યારે જીવ સમ્યક્ત પામ્યો ત્યારે, તે પ્રકારના પાકાદિની યોગ્યતારૂપે=જે પ્રકારની સામગ્રીને પામીને જીવને સમ્યક્ત થયું તે પ્રકારના ભવ્યત્વના પરિપાક આદિની યોગ્યતાસ્વરૂપે, ચિત્ર=વિવિધ પ્રકારનું, અનાદિપારિણામિકભાવસ્વરૂપ ભવ્યત્વ જ =સ્વભાવ, જાણવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
જે રીતે મગ રાંધવા વગેરે કાર્ય પ્રત્યે પરસ્પર સાપેક્ષ એવાં કાલાદિ પાંચ કારણો હેતુ છે, એ રીતે જ સમ્યક્ત પ્રાપ્ત થવામાં પણ પરસ્પર સાપેક્ષ એવાં કાલાદિ પાંચ કારણો હેતુ છે. તે આ રીતે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org