________________
૧૬૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૪ અવતરણિકા :
तुल्यमेवैतदित्याशङ्कापनोदायाह - અવતરણિતાર્થ :
આ=મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ, તુલ્ય જ છે, એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે કહે છે –
ભાવાર્થ :
કોઈ માને છે કે સર્વ જીવોનું ભવ્યત્વ સમાન છે, છતાં કાળનો પરિપાકાદિ અન્ય કારણોથી જીવોનો ભિન્ન ભિન્ન કાળમાં મોક્ષ થાય છે. જેમ કે એક જ માટીના પિંડના બે ભાગ કરવામાં આવ્યા હોય તો તે બન્ને ભાગનો સમાન સ્વભાવ છે; છતાં તે માટીના પિંડના એક ભાગને ઘટ બનવાની સામગ્રી મળે તો તેમાંથી ઘટ થાય, અને બીજા ભાગને રમકડાં બનવાની સામગ્રી મળે તો તેમાંથી રમકડાં થાય; તેમ દરેક ભવ્ય જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા સમાન હોવા છતાં ભિન્ન ભિન્ન સામગ્રીને પામીને ભિન્ન ભિન્ન કાળમાં પુરુષકારાદિ દ્વારા દરેક ભવ્ય જીવ ભિન્ન ભિન્ન કાળે મોક્ષમાં જાય છે.
આ પ્રમાણે પદાર્થને ભૂલદષ્ટિથી જોનારા પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે –
ગાથા :
एयं पेगंतेणं तुलं चिअ जइ उ सव्वजीवाणं ।
ता मोक्खो वि हु तुल्लो पावइ कालादभेएणं ॥१०५४॥ અન્વાર્થ :
ગટ્ટ=વળી જો સત્રનીવાdi સર્વ જીવોનું અર્થપિ આ પણ=ભવ્યત્વ પણ, તે તુર્ણવિ =એકાંતથી તુલ્ય જ હોય, તો તો મોલ્લો વિમોક્ષ પણ વાતાએui=કાલાદિના અભેદથી તુ-તુલ્ય પાવરૂ પ્રાપ્ત થાય. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
વળી જો સર્વ જીવોનું ભવ્યત્વ પણ એકાંતે સરખું જ હોય, તો સર્વ જીવોનો મોક્ષ પણ કાલાદિના અભેદથી તુલ્ય જ પ્રાપ્ત થવો જોઈએ. ટીકાઃ
एतदपि भव्यत्वमेकान्तेन-सर्वथा तुल्यमेव-अविशिष्टमेव यदि तु सर्वजीवानां-भव्यानामिष्यते, ततो मोक्षोऽपि-तद्योग्यताफलरूपः तुल्यः प्राप्नोति-सदृश एवाऽऽपद्यते, कथमित्याह-कालाद्यभेदेनकाललिङ्गक्षेत्राद्यभेदेनेति गाथार्थः ॥१०५४॥ * “વાસ્તવિક ક્ષેત્રમાં “' પદથી તીર્થકરાદિ પ્રકારનું ગ્રહણ કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org