________________
૧૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૩
(૧) કાળ મગ રાંધવાનું કાર્ય શરૂ કર્યા પછી જેમ તેનો કાળ પાકે ત્યારે મગ રંધાય છે, તેમ ભવ્ય જીવનો સમ્યક્તપ્રાપ્તિનો કાળ પાકે ત્યારે દ્રવ્યશ્રુતના નિમિત્તને પામીને ભવ્ય જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, પણ કાળના પરિપાક પહેલાં વિર્ય ઉલ્લસિત થતું નથી. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કાળ કારણ છે.
(૨) સ્વભાવઃ વળી જેમ મગમાં રંધાવાની યોગ્યતા છે માટે રંધાય છે, તેમ જીવનો તેવો સ્વભાવ હતો, જેથી અનેક વાર દ્રવ્યશ્રુત પ્રાપ્ત થવા છતાં અત્યાર સુધી જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને હવે તે દ્રવ્યશ્રુતને પામીને જીવવીર્ય ઉલ્લસિત થયું. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે સ્વભાવ પણ કારણ છે.
(૩) નિયતિઃ વળી જીવની ભવિતવ્યતા પણ એવી હતી કે અત્યારે જ દ્રવ્યશ્રુતને પામીને તે જીવનું વિર્ય ઉલ્લાસ પામે. માટે સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે નિયતિ પણ કારણ છે.
(૪) પૂર્વકૃતઃ વળી હવે જીવના કર્મની લઘુતા થઈ, માટે જીવવીર્ય ઉલ્લસિત થયું. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કર્મ પણ કારણ છે.
(૫) પુરુષકારણઃ વળી અત્યારે પ્રાપ્ત થયેલા દ્રવ્યશ્રુતથી જીવનું વીર્ય ઉલ્લસિત થયું ત્યારે જીવે તત્ત્વની જિજ્ઞાસા થાય તેવો પ્રયત્ન પણ કર્યો, જેથી તેને સમ્યક્ત પ્રગટ્યું. માટે સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે જીવનો પુરુષકાર પણ કારણ છે.
આમ પાંચ કારણો હેતુ હોવા છતાં, સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે શ્રતધર્મ જ કારણ છે; કેમ કે જીવનો એવા પ્રકારનો સ્વભાવ હતો, જેના કારણે પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, પરંતુ પાછળથી તે શ્રુતધર્મની પ્રાપ્તિથી જ જીવવીર્ય ઉલ્લસિત થયું. આમ, સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે દ્રવ્યશ્રતને કારણ માનવામાં ગ્રંથકારે સ્વભાવવાદનું સ્થાપન કર્યું, અને તે એકાંતે નહીં હોવાથી તેમાં કોઈ દોષ નથી, તે બતાવવા માટે શ્રુતકેવલી ભગવાનની સાક્ષી આપી.
આ રીતે ગાથાના પૂર્વાર્ધથી પૂર્વકથનનું નિગમન કરતાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે કાર્ય થવામાં પાંચ કારણોનો સમુદાય કાર્ય પ્રત્યે હેતુ હોવાથી અમને સ્વભાવવાદ પણ એકાંતે માન્ય નહીં હોવાને કારણ કર્મવાદના ત્યાગરૂપ દોષ આવતો નથી. હવે ગાથાના ઉત્તરાર્ધથી સ્વભાવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે દરેક જીવમાં જે જુદા જુદા પ્રકારનું ભવ્યત્વ રહેલું છે તે સ્વભાવ છે, અને તે ભવ્યત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે –
જે જીવને જે પ્રકારની સામગ્રીથી સમ્યક્ત થાય છે, તે જીવનું તે પ્રકારની પાકાદિની યોગ્યતાવાળું ભવ્યત્વ છે. તે ભવ્યત્વ જીવના અનાદિપારિણામિકભાવસ્વરૂપ છે, પણ કર્મકૃતભાવસ્વરૂપ નથી. વળી દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે જુદા જુદા કાળમાં જુદી જુદી સામગ્રી દ્વારા જીવનો તથાભવ્યત્વનો પરિપાક આદિ થાય છે, અને ત્યારે જીવમાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે છે.
વળી, જીવના ભવ્યત્વની આવા પ્રકારની વિચિત્રતાને કારણે કોઈ જીવને દ્રવ્યશ્રુત મળવા છતાં પૂર્વે સમ્યક્ત ન થયું અને વર્તમાનમાં સમ્યક્ત થાય છે, તો વળી અન્ય કોઈ જીવને દ્રવ્યશ્રુત અનંતી વખત મળવા છતાં પૂર્વે સમ્યક્ત ન થયું, વર્તમાનમાં પણ દ્રવ્યશ્રુત મળવા છતાં સમ્યક્ત થતું નથી અને અનંત કાળ પછી આ દ્રવ્યશ્રુતથી જ સમ્યક્ત થશે. આ સર્વેમાં કારણ તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ છે. ll૧૦૫૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org