________________
૧૦.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૧-૧૦૫૨ प्रवचनज्ञैः, युज्यन्ते चैवमेव सम्यक् साधकाः सर्वस्य कार्यस्य रन्धनादेः, अन्यथा साधकत्वायोगादिति પથાર્થ ૨૦૧૫
ટીકાર્ય :
આ પ્રકારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે, સમુદાયથી ઈતર-ઇતરની અપેક્ષાવાળા સર્વ પણ, અનંતરમાં ઉપન્યસ્ત=પૂર્વગાથામાં ઉપન્યાસ કરાયેલા, કાલાદિ પ્રવચનશ વડે શાસ્ત્રને જાણનાર વડે, સાધક કહેવાયા છે; અને આ રીતે જ રાંધવા આદિ સર્વ કાર્યના સાધક સમ્યફ યોજાય છે =કાલાદિ ઘટે છે; કેમ કે અન્યથા સાધકત્વનો અયોગ છે અર્થાત્ કાલાદિને ઇતર-ઇતરની અપેક્ષાવાળા ન સ્વીકારીએ તો કાલાદિ પાંચ કારણોમાં કાર્યનું સાધકપણું ઘટે નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે પરસ્પર સાપેક્ષ અને સમુદિત એવાં કાલાદિ પાંચેય કારણો ફળનાં સાધક બને છે, પરંતુ પાંચેય કારણો એકલા એકલાં કોઈપણ કાર્યનાં સાધક થતાં નથી; એ રીતે જ બાહ્ય એવા રાંધવા વગેરે કાર્યની પણ પરસ્પર સાપેક્ષ એવા કાલાદિથી સિદ્ધિ થાય છે. તે આ રીતે –
(૧) કાળ : ચોખા રાંધવા મૂક્યા પછી ચોક્કસ કાળે રંધાય છે, પણ તરત રંધાઈ જતા નથી. તેથી ચોખા રાંધવાના કાર્યમાં કાળ પણ કારણ છે.
(૨) સ્વભાવ ચોખામાં રંધાવાની યોગ્યતા પડી છે માટે રંધાય છે, તેથી ચોખા રાંધવાના કાર્યમાં સ્વભાવ પણ કારણ છે.
(૩) નિયતિ : વળી આ ચોખા અત્યાર સુધી રાંધવા માટે ન લીધા અને અત્યારે જ એ ચોખા રાંધવા માટે લીધા, તેમાં તે ચોખાની ભવિતવ્યતા કારણ છે.
(૪) પૂર્વકૃતઃ વળી તે રંધાયેલા ચોખાનો જે ઉપયોગ કરશે તે વ્યક્તિનું કર્મ પણ ચોખા રાંધવાની ક્રિયામાં કારણ છે.
(૫) પુરુષકારણ : વળી ચોખા રાંધવાના કાર્યમાં ચોખા રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન પણ કારણ છે.
આનાથી એ ફલિત થાય કે ચોખા રંધાવારૂપ કાર્ય થવામાં પરસ્પર અપેક્ષાવાળાં કાલાદિ પાંચેય કારણો કારણભૂત છે, પરંતુ પાંચમાંથી એક પણ કારણ ન હોય તો ચોખા રાંધવાનું કાર્ય થતું નથી. /૧૦૫૧|
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે, અર્થાતુ પરસ્પર સમુદિત એવાં કાલાદિ પાંચ કારણો સર્વ કાર્ય પ્રત્યે હેતુ છે, એ જ વાતને અધિક દઢ કરવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org