________________
૧૫૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૯-૧૦૫૦ મહારાજ સાહેબની સાક્ષી આપે છે :
દુઃષમા કાળરૂપી રાત્રિ માટે સૂર્ય જેવા હોવાને કારણે ‘દિવાકર'નું બિરુદ ધરાવનારા, સંમતિતર્ક ગ્રંથ રચીને પ્રતિષ્ઠા પામેલ યશવાળા એવા સિદ્ધસેન આચાર્યએ આગળની ગાથામાં કહેવાનાર કહ્યું છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ સાહેબે “સંમતિતર્ક નામનો એવો ગ્રંથ રચ્યો કે જેના કારણે તેઓ “જૈનશાસનના પરમાર્થને જાણનારા છે તેવી પ્રતિષ્ઠા પામ્યા; વળી જીવોને તત્ત્વમાર્ગ બતાવે તેવા અતિશયજ્ઞાનીઓનો દુઃષમા નામના પાંચમા આરામાં અભાવ છે, તેથી તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે આ દુઃષમા કાળ ગાઢ અંધકાર જેવો છે, અને તે અંધકારમાં સિદ્ધસેનસૂરિએ “સંમતિતર્ક' ગ્રંથ રચીને તત્ત્વમાર્ગનો મહાપ્રકાશ ફેલાવ્યો છે, આથી તેઓ સૂર્ય સમાન છે.
આવા સ્વરૂપવાળા શ્રુતકેવલી આચાર્ય સિદ્ધસેને સંમતિ ગ્રંથમાં શું કહ્યું છે? તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવવાના છે. I૧૦૪ો.
અવતરણિકા:
यद्भणितं तदाह -
અવતરણિકાર્ય :
જે કહેવાયું અર્થાતુ ગાથા ૧૦૪૮ના અંતે કહ્યું કે જે કારણથી શ્રુતકેવલી વડે વાક્યમાણ કહેવાયું છે. તેથી હવે શ્રુતકેવલી એવા સિદ્ધસેન દિવાકરસૂરિ વડે જે કહેવાયું છે, તેને કહે છે –
ગાથા :
कालो सहाव निअई पुव्वकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेव उ समासओ होंति सम्मत्तं ॥१०५०॥ અન્વયાર્થ :
વાનો લહાવ નિ પુત્રેયં પુસારVI-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, પુરુષકારણ (આ પાંચ કારણો) અiતા મછત્ત એકાંતવાળાં મિથ્યાત્વ છે. તે વેવ ૩ વળી તેઓ જ=કાળાદિ પાંચ કારણો જ, સમાસનો સમાસથી=સંગ્રહથી, સમત્ત=સમ્યક્ત દૉતિ છે.
ગાચાર્ય :
કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, પુરુષકાર: આ પાંચ કારણો એકાંતવાળાં મિથ્યાત્વ છે, અને આ પાંચ કારણો જ સંગ્રહથી સખ્યત્ત્વ છે.
ટીકા :
कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणं, एकान्ता 'एते कालादय एव कारणं विश्वस्य' इत्येवम्भूताः मिथ्यात्वं, त एव समासतो भवन्ति सम्यक्त्वं सर्व एव समुदिताः सन्तः फलजनकत्वेनेति માથાર્થ: ૨૦૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org