________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૪૯
૧૫o
અવતરણિકા :
ત્યાદ
અવતરણિકાર્ય :
પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી શ્રુતકેવલી વડે વક્યમાણ કહેવાયું છે. તો કયા શ્રુતકેવલી વડે વક્ષ્યમાણ કથન કહેવાયું છે ? એથી કહે છે –
ગાથા :
आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं ।
दूसमणिसादिवागरकप्पत्तणओ तदक्खेणं ॥१०४९॥ અન્વયાર્થ:
તૂસમસિવિવારપ્પત્તોતi-દુઃષમારૂપી નિશામાં દિવાકરકલ્પપણું હોવાથી તે આગવાળા= દુઃષમાં નામના પાંચમા આરારૂપી રાત્રિમાં સૂર્યતુલ્યપણું હોવાથી “દિવાકર' નામવાળા, સમ્પર્ફ પટ્ટિમનસેvi સંમતિમાં પ્રતિષ્ઠિત યશવાળા એવા કાયરિસિદ્ધક્ષેપો-આચાર્ય સિદ્ધસેન વડે (વફ્ટમાણ કહેવાયું છે.) ગાથાર્થ :
દુષમા નામના પાંચમા આરારૂપી રાત્રિમાં સૂર્ય જેવા હોવાથી “દિવાકર' નામવાળા, સંમતિતર્ક ગ્રંથમાં પ્રતિષ્ઠા પામેલ યશવાળા એવા આચાર્ય સિદ્ધસેન વડે આગળની ગાથામાં કહેવાનાર કથન કહેવાયું છે. ટીકા : ___ आचार्यसिद्धसेनेन सम्मत्यां भणितं वक्ष्यमाणं सम्मत्यां वा प्रतिष्ठितयशसा तेन, तथा दुष्षमानिशादिवाकरकल्पत्वात् कारणात्तदाख्येन-दिवाकरनाम्नेति गाथार्थः ॥१०४९॥ * ‘સત્ય' શબ્દનું બંને પ્રકારે યોજન કરવા અર્થે ટીકામાં “રા' કાર મૂકેલ છે. ટીકાર્ય :
દુઃષમારૂપી રાત્રિમાં સૂર્યની સમાનપણું હોવાને કારણે તે આખ્યવાળા=દિવાકર' નામવાળા, પ્રતિષ્ઠિત યશવાળા એવા તેમના વડે આચાર્ય સિદ્ધસેન વડે, સંમતિમાં વક્ષ્યમાણ કહેવાયું છે અથવા સંમતિમાં પ્રતિષ્ઠિત યશવાળા એવા તેમના વડે આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ વડે, વક્ષ્યમાણ=આગળની ગાથામાં કહેવાનાર, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૪૮માં ગ્રંથકારે પૂર્વપક્ષીને ઉત્તર આપતાં કહ્યું કે જૈનોને એકાંતે કર્મવાદ જ ઇષ્ટ નથી અને જૈનો સ્વભાવવાદ નથી માનતા એમ પણ નહીં. આથી જૈનોને કથંચિત્ કર્મવાદ પણ ઇષ્ટ છે અને કથંચિત સ્વભાવવાદ પણ ઇષ્ટ છે, એમ અર્થથી નક્કી થયું, અને તેમાં શ્રુતકેવલી એવા આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org