________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૭-૧૦૪૮
૧૫૫
ટીકાઃ ___ आह-एवं सति परित्यक्तो भवता जैनेन निजोऽत्र अधिकारे कर्मवाद एव, कथमित्याह-भणितप्रकारात् खल्वित्यवधारणे स्वभाववादाभ्युपगमेन हेतुनेति गाथार्थः ॥१०४७॥ ટીકાર્ય :
આદિથી પૂર્વપક્ષી શંકા કરે છે – આમ હોતે છતે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાને કારણે પૂર્વના તેટલા શ્રુતસંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ મૃતધર્મથી જીવનું તેવા પ્રકારનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેનાથી જીવ ગ્રંથિને ભેદીને સમ્યક્તાદિને પામીને સિદ્ધ થાય છે એમ હોતે છતે, આ અધિકારમાં= સમ્યક્તપ્રાપ્તિના અધિકારમાં, જૈન એવા તમારા વડે પોતાનો કર્મવાદ જ પરિત્યાગ કરાયો છે. કઈ રીતે? એથી કહે છે – ભણિત પ્રકારથી જ=પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ, સ્વભાવવાદના સ્વીકારરૂપ હેતુ દ્વારા પોતાનો કર્મવાદ જ તમારા વડે ત્યજાયો છે, એમ સંબંધ છે. “વનું એ પ્રકારનો અવ્યય અવધારણમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
भण्णई एगंतेणं अम्हाणं कम्मवाय नो इ8ो ।
ण य णो सहाववाओ सुअकेवलिणा जओ भणिअं ॥१०४८॥ અન્વચાઈ: | મારું કહેવાય છે=પૂર્વપક્ષીને ઉત્તર અપાય છે–અહી અમોને તેvi-એકાંતથી વેHવાય-કર્મવાદ રૂટ્ટો નો ઇષ્ટ નથી, જય સદાવવાનો અને સ્વભાવવાદ (ઇસ્ટ) નથી (એમ) નહીં; નો સુવત્નિ =જે કારણથી શ્રુતકેવલી વડે મણિશંકહેવાયું છે.
ગાથાર્થ :
ગ્રંથકાર પૂર્વપક્ષીને ઉત્તર આપે છે – અમોને એકાંતે કર્મવાદ ઇષ્ટ નથી, અને સ્વભાવવાદ ઇષ્ટ નથી એમ નહીં; જે કારણથી શ્રુતકેવલી વડે કહેવાયું છે. ટીકાઃ
भण्यतेऽत्र, नैकान्तेनास्माकं जैनानां कर्मवाद एवेष्टः, न च न स्वभाववाद इष्टः, श्रुतकेवलिना यतो भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१०४८॥ ટીકાર્ય
અહીં=પૂર્વપક્ષીના કથનમાં, કહેવાય છે=ગ્રંથકાર દ્વારા ઉત્તર અપાય છે – અમોને=જૈનોને, એકાંતથી કર્મવાદ જ ઈષ્ટ નથી અર્થાત્ કર્મવાદ ઈષ્ટ છે પરંતુ એકાંતથી કર્મવાદ જ ઇષ્ટ નથી, અને સ્વભાવવાદ ઈષ્ટ નથી એમ નહીં; જે કારણથી શ્રુતકેવલી વડે વફ્ટમાણ=ગાથા ૧૦૫૦માં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org