________________
૧૪૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૮, ૧૦૩૯ થી ૧૦૪૧
પ્રાયઃ શ્રુતધર્મથી જ સમ્યક્ત્વ થાય છે. વળી ઔપશમિક સમ્યક્ત્વ શ્રુતધર્મથી થતું નથી, માટે ઔપમિક સમ્યક્ત્વના વ્યવચ્છેદ અર્થે ગ્રંથકારે પ્રાયઃ શબ્દ મૂકેલ છે, પરંતુ ક્ષાયિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થતું હોય તો શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, છતાં ભૂતકાળમાં ન થયું, ભવિષ્યમાં નહીં થાય, પરંતુ વર્તમાનમાં જ સમ્યક્ત્વ થાય, તેનું શું કારણ ? તેને ગ્રંથકાર કહે છે કે કાળભેદથી સમ્યક્ત્વ થવામાં પણ શ્રુતધર્મ જ કારણ છે.
ત્યાં ફરી પૂર્વપક્ષી કહે છે કે શ્રુતધર્મ પૂર્વે અનેકવાર પ્રાપ્ત થયો છતાં સમ્યક્ત્વ ન થયું, તેથી કાળભેદથી સમ્યક્ત્વપ્રાપ્તિમાં શ્રુતધર્મને હેતુ કહી શકાય નહીં; કેમ કે પૂર્વે ક્યારેય શ્રુતધર્મ જીવને પ્રાપ્ત ન થયો હોત અને વર્તમાનમાં જ જીવને શ્રુતધર્મની પ્રાપ્તિ થઈ હોત અને સમ્યક્ત્વ થયું હોત, તો કહી શકાય કે શ્રુતધર્મ જ કાળભેદથી સમ્યક્ત્વ થવામાં હેતુ છે; જ્યારે જીવને તો શ્રુતધર્મ જેમ વર્તમાનમાં મળ્યો છે, તેમ પૂર્વે પણ અનંતીવા૨ મળ્યો છે. તેથી કાળભેદથી સમ્યક્ત્વનો હેતુ શ્રુતધર્મ કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. I૧૦૩૮॥
અવતરણિકા :
एतदेव स्पष्टयन्नाह
અવતરણિકાર્ય :
પૂર્વગાથાને અંતે પૂર્વપક્ષીએ કહ્યું કે શ્રુતધર્મ પહેલાં અનેક વાર પ્રાપ્ત થયો, છતાં સમ્યક્ત્વ ન થયું, આથી સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થાય છે એમ કહી શકાય નહીં. તેથી હવે શ્રુતધર્મ જીવને પહેલાં અનેક વાર પ્રાપ્ત કઈ રીતે થયો છે ? એ વાતને જ ગાથા ૧૦૪૨ સુધી યુક્તિથી સ્પષ્ટ કરતાં પૂર્વપક્ષી કહે છે -
=
ગાથા :
सव्वजिआणं चिअ जं सुत्ते गेविज्जगेसु उववाओ ।
ओ ण य सो एअं लिंगं मोत्तुं जओ भणियं ॥१०३९ ॥
અન્વયાર્થ:
નં-જે કારણથી મુત્તે-સૂત્રમાં=શાસ્ત્રમાં, સવ્વનિઝામાં ચિત્ર-સર્વ જીવોનો જ વિત્ત્તોમુ-ત્રૈવેયકોમાં વવાઓ-ઉપપાત મળિઓ કહેવાયો છે, સો યઅને આ—ત્રૈવેયકોમાં ઉપપાત, અં નિયં મોજું =આ લિંગને=જિનપ્રણીત સાધુવેશને, મૂકીને થતો નથી; નો મળિયં-જે કારણથી કહેવાયું છે.
ગાથાર્થ:
જે કારણથી શાસ્ત્રમાં સર્વ જીવોનો જ ત્રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે, અને ત્રૈવેયકોમાં ઉપપાત ભગવાને પ્રરૂપેલ લિંગ સિવાય થતો નથી; તે કારણથી આ શ્રુતધર્મ અનેક વખત પૂર્વમાં પ્રાપ્ત થયો છે એમ પૂર્વગાથાના ચરમ પાદ સાથે સંબંધ છે, જે કારણથી કહેવાયું છે અર્થાત્ આગળની ગાથામાં કહેવાશે એ પ્રમાણે પૂર્વના સૂરિઓ વડે કહેવાયું છે, તે કારણથી સાધુવેશને છોડીને ત્રૈવેયકોમાં ઉપપાત થતો નથી, એમ પ્રસ્તુત ગાથા સાથે સંબંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org