________________
૧૫૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૪-૧૦૪૫
અન્વયાર્થ:
નદ જે રીતે વારાહિં ક્ષારાદિથી મસ પિકઅસકૃત પણ=અનેક વાર પણ, પરંવેદપરિણામો નવમult=અપ્રાપ્તવેધપરિણામવાળો જાત્યમણિ તેહિંતો વ્યિ~તેનાથી જ=ક્ષારાદિથી જ, વિટ્ટ=વીંધાય છે, (અને) તો તેનાથી જ ક્ષારાદિથી જ, સુ શુદ્ધ થાય છે.
ગાથાર્થ :
જે રીતે સારાદિથી અનેક વાર પણ અપ્રાપ્ત વેધના પરિણામવાળો જાત્યમણિ, ક્ષારાદિથી જ વેધને પ્રાપ્ત કરે છે અને ક્ષારાદિથી જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ટીકા? __यथा क्षारादिभ्यः क्षारमृत्युटपाकादिभ्यः असकृदपि तथास्वभावतया अप्राप्तवेधपरिणाम:अनासादितशुद्धिपूर्वरूप इत्यर्थः जात्यमणिः पद्मरागादिरिति योग: विध्यति-शुद्धिपूर्वरूपमासादयति तेभ्य एव-क्षारमृत्पुटपाकादिभ्यो, जात्यमणिः शुद्ध्यति-एकान्तनिर्मलीभवति तत एव-क्षारादेरिति
થાર્થ: ૨૦૪૪ ટીકાર્ય :
જે પ્રમાણે તેવા પ્રકારનું સ્વભાવપણું હોવાથી સારાદિથી =ક્ષાર-માટીના પુટપાકાદિથી, અનેક વાર પણ અપ્રાપ્ત વેધના પરિણામવાળી=નહીં પમાયેલ શુદ્ધિના પૂર્વરૂપવાળો, પદ્મરાગાદિ જાત્યમણિ, તેનાથી જ=ક્ષારમાટીના પુટપાકાદિથી જ, વિધાય છે શુદ્ધિના પૂર્વરૂપને પામે છે, તેનાથી જ=ક્ષારાદિથી જ, જાત્યમણિ શુદ્ધ થાય છે=એકાંતથી નિર્મળ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પદ્મરાગાદિ જાત્યમણિ ખાણમાંથી નીકળે છે ત્યારે અત્યંત મલિન હોય છે, અને તેને શુદ્ધ કરવા માટે ક્ષાર લગાડી, માટીના પુટો કરીને અગ્નિમાં તપાવવામાં આવે છે. આ રીતે અનેક વખત ક્ષારાદિના પ્રયોગો દ્વારા તે મણિને શુદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, છતાં પૂર્વની અમુક શોધનક્રિયા સુધી તે ક્ષારાદિથી મણિનો કંઈક પ્રકાશ દેખાય તેવી શુદ્ધિ થતી નથી, પરંતુ ઘણા ક્ષારાદિ પ્રયોગોથી શોધનક્રિયા કર્યા પછી તે મણિનો કંઈક પ્રકાશ દેખાય તેવી શુદ્ધિ થાય છે, અને તે મણિ સંપૂર્ણ શુદ્ધ પણ તે ક્ષારાદિથી જ બને છે.
આથી એ ફલિત થયું કે ક્ષારાદિના પ્રયોગો દ્વારા પ્રથમ શુદ્ધિની ક્રિયા પૂલ શુદ્ધિનું કારણ બની, તોપણ મણિ ઉપર છવાયેલ મલનો વેધ થયો નહીં; અને અમુક શુદ્ધિની ક્રિયા પછી મણિમાં વેધની પ્રાપ્તિ થઈ, અને ત્યારપછીની અમુક પ્રક્રિયા પછી તે મણિ પૂર્ણ શુદ્ધ થયો. ૧૦૪૪. અવતરણિકા:
दृष्टान्तमभिधाय दार्टान्तिकयोजनामाह - અવતરણિયાર્થ:
દૃષ્ટાંતને કહીને દાણંન્તિકની યોજનાને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org