________________
૧૪૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૪૩-૧૦૪૪ જ, પ્રાપ્ત કરાયો. પરંતુ કોઈપણ રીતે કર્મના વિજય માટે જીવનું વીર્ય=આત્માનું સામર્થ્ય, ઉલ્લસિત ન થયું, કેમ કે તેવા પ્રકારનું સ્વભાવપણું છે=ભૃતધર્મને પામીને જીવવીર્યનું ઉલ્લસન ન થાય તેવા પ્રકારનો જીવનો સ્વભાવ છે; અને જીવનું વીર્ય ઉલ્લસિત થયે છતે તે=સમ્યક્ત થાય છે, અને તે પણ=જીવના વીર્યનું ઉલ્લસન પણ, પ્રાયઃ તેનાથી જ શ્રુતધર્મથી જ, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભૂતાર્યવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થતું નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વમાં જીવને શ્રુતધર્મ ઘણી વખત પ્રાપ્ત થયો, છતાં જીવનું કર્મનો જય કરવા માટે વીર્ય ઉલ્લસિત ન થયું, માટે શ્રુતધર્મથી સમ્યક્ત ન થયું. આનાથી એ ફલિત થયું કે શ્રુતધર્મ જીવવીર્યના ઉલ્લસન દ્વારા સમ્યત્ત્વનો હેતુ છે, અને જીવવીર્યનું ઉલ્લસન પણ પ્રાયઃ કરીને શ્રુતધર્મથી જ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે જો શ્રુતધર્મથી જ જીવના વીર્યનો ઉલ્લાસ થતો હોય તો પૂર્વે શ્રતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો ત્યારે કેમ જીવવીર્યનો ઉલ્લાસ ન થયો? એથી કહે છે કે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ છે. આશય એ છે કે દરેક જીવનો અનાદિકાળથી એવો જ સ્વભાવ છે કે પૂર્વે શ્રતધર્મ પ્રાપ્ત થયો ત્યારે જીવમાં વીર્યનો ઉલ્લાસ ન થાય, અને અનંતકાળમાં જે જીવને જે કાળમાં સમ્યક્ત થાય છે, તે કાળમાં જ તે જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, અન્ય કાળમાં નહીં, અને તે કાળમાં પણ પ્રાયઃ શ્રુતધર્મને પામીને જીવના વીર્યનો ઉલ્લાસ થાય છે. તે આ રીતે –
શ્રતધર્મ એટલે ભગવાનનું વચન, અને તે શ્રુતધર્મ જીવને સંસારનું યથાર્થ સ્વરૂપ બતાવે છે અને કર્મરહિત જીવનું પણ યથાર્થ સ્વરૂપ બતાવે છે. તેથી નિર્મળપ્રજ્ઞાવાળા જીવને શ્રુતજ્ઞાનના બળથી કર્મયુક્ત જીવની ચારગતિની વિડંબના દેખાય છે, અને કર્મ વગરના જીવની સર્વથા નિરાકુળ અવસ્થા પણ દેખાય છે; અને તેમ દેખાવાથી શ્રુતજ્ઞાનના બળથી સંસારના ઉચ્છેદનો ઉપાય જાણીને તેમાં ઉદ્યમ કરવાનું તે જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે. ૧૦૪all અવતરણિકા:
कथमेतदेवमित्याह - અવતરણિયાર્થ:
આ આમ કેમ છે? અર્થાત્ પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં મૃતધર્મથી જીવવીર્યનું ઉલ્લસન ન થયું, અને તે શ્રુતધર્મથી જ અત્યારે જીવવીર્યનું ઉલ્લસન થયું, એ એમ કેમ છે? એથી કહે છે –
ગાથા :
जह खाराईहितो असई पि अपत्तवेहपरिणामो । विज्झइ तेहिंतो च्चिअ जच्चमणी सुज्झइ तओ उ ॥१०४४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org