________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૪૨-૧૦૪૩ વળી, કાળભેદથી થતા સમ્યક્ત્વનો શ્રુતધર્મ હેતુ નથી; કેમ કે પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થયો છતાં સમ્યક્ત્વ ન થયું, તો હવે અતીતાદિ કાળભેદથી શ્રુતધર્મ સમ્યક્ત્વનો હેતુ કઈ રીતે બની શકે ? અર્થાત્ ન જ બની શકે.
૧૪૮
આમ, શ્રુતધર્મ સમ્યક્ત્વનો કે કાળભેદથી થતા સમ્યક્ત્વનો હેતુ નથી. આથી સિદ્ધ થયું કે ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ભૂતાર્થવાચક શ્રુતધર્મથી થાય છે, એ પ્રમાણે કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીના કથનનો આશય છે. ૧૦૪૨
અવતરણિકા :
अत्रोत्तरमाह
અવતરણિકાર્થ :
અહીં=ગાથા ૧૦૩૮ના ચોથા પાદથી ગાથા ૧૦૪૨ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ભૂતાર્થવાચક એવો શ્રુતધર્મ, સમ્યક્ત્વનું કે કાળભેદથી થતા સમ્યક્ત્વનું કારણ નથી. એમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે –
ગાથા :
-
भाइ पत्तो सो ण उ उल्लसिअं जीववीरिअं कह वि । होउल्लसिए अ तयं तं पि अ पायं तओ चेव ॥१०४३॥
અન્વયાર્થ :
મળŞ=કહેવાય છે=પૂર્વપક્ષીના પ્રશ્નમાં ઉત્તર અપાય છે – સો પત્તો-આ=શ્રુતધર્મ, પ્રાપ્ત કરાયો, હૈં વિ પરંતુ કોઈપણ રીતે નીવવી એ મિત્રં =જીવવીર્ય ઉલ્લસિત ન થયું, પણ્િ અ=અને (જીવવીર્ય) ઉલ્લસિત થયે છતે તયં ો-તે-સમ્યક્ત્વ, થાય છે. તેં પિ અ=અને તે પણ=જીવવીર્યનું ઉલ્લસન પણ, પાયં-પ્રાય: તો ઘેવ=તેનાથી જ=શ્રુતધર્મથી જ, થાય છે.
ગાથાર્થ:
પૂર્વપક્ષીના પ્રશ્નમાં ગ્રંથકાર ઉત્તર આપે છે શ્રુતધર્મ પ્રાપ્ત થયો, પરંતુ કોઈપણ રીતે જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને જીવવીર્ય ઉલ્લસિત થયે છતે સમ્યક્ત્વ થાય છે, અને જીવવીર્યનું ઉલ્લસન પણ પ્રાયઃ શ્રુતધર્મથી જ થાય છે.
ટીકા
भण्यते, प्राप्तोऽसौ = श्रुतधर्म्मः पुरा बहुधैव, न तूल्लसितं कर्म्मविजयाय जीववीर्यम् आत्मसामर्थ्यं कथमपि, तथास्वभावत्वात् भवत्युल्लसिते च जीववीर्ये तत् सम्यक्त्वं तदपि च जीववीर्योल्लसनं प्रायस्तत एव = श्रुतधर्म्मादिति गाथार्थः ॥ १०४३॥
ટીકાર્ય
Jain Education International
કહેવાય છે—પૂર્વપક્ષીને ગ્રંથકાર દ્વારા જવાબ અપાય છે – આ=શ્રુતધર્મ, પહેલાં બહુધા જ=બહુવાર
For Personal & Private Use Only
www.jainelibrary.org