________________
૧૪૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૦-૧૦૩૮
સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધીની જે કર્મની સ્થિતિઓ છે તેની અંતર્ગત જ કોઈક કર્મ માનવું પડે. અને તે કર્મ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યું, એવો શાસ્ત્રપાઠ છે; કેમ કે આ સંસારમાં ભમતા જીવે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અનંતીવાર બાંધી છે અને ગ્રંથિદેશમાં પણ જીવ અનંતીવાર આવ્યો છે. આથી સમ્યક્તનો મૃતધર્મથી બીજો હેતુ કર્મ સ્વીકારીએ તો તે કર્મ પણ જીવને અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં તે કર્મ જીવને સમ્યક્ત પ્રાપ્ત કરાવી શક્યું નહીં. આથી તે કર્મ જીવને સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર પોતાનું અન્ય જે પ્રયોજન હતું તે કરીને ચરિતાર્થ થયું એમ માનવું પડે; કેમ કે જીવને સમ્યક્ત અનંતીવાર પ્રાપ્ત થતું નથી પરંતુ અનાદિકાળમાં એક વાર પ્રાપ્ત થાય છે.
વળી આ રીતે પદાર્થ સિદ્ધ થાય તો, સમ્યક્ત કાળભેદથી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ જીવને સમ્યક્ત ભૂતકાળમાં થયું નહીં, ભવિષ્યમાં થશે નહીં અને વર્તમાનમાં જ થયું એમ કઈ રીતે સ્વીકારી શકાય? કેમ કે સમ્યક્તના પ્રથમ હેતુરૂપ શ્રતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે, અને સમ્યક્તના અપરહેતુરૂપ કર્મ પણ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિ સુધી પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થઈ ચૂક્યું છે, આમ છતાં તે કર્મ સમ્યક્તનો હેતુ ન બન્યું, અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલી સ્થિતિવાળું તે કર્મ સમ્યક્તનો હેતુ બન્યું, એમ કઈ રીતે કહી શકાય ? અર્થાત ન જ કહી શકાય.
આશય એ છે કે પૂર્વે જીવને સમ્યક્તના હેતુભૂત શ્રતધર્મ પણ અનંતીવાર પ્રાપ્ત થયો અને ગ્રંથિની કર્મસ્થિતિ પણ અનંતીવાર પ્રાપ્ત થઈ, છતાં પૂર્વે જીવને સમ્યક્ત ન થયું; અને વર્તમાનમાં જે શ્રતધર્મ પ્રાપ્ત થયો અને જે ગ્રંથિની કર્મસ્થિતિ પ્રાપ્ત થઈ, તેનાથી અત્યારે જીવને સમ્યક્ત થયું, એવું કઈ રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૦૩૭
અવતરણિકા :
अत्रोत्तरमाह -
અવતરણિકાર્ય - અહીં ઉત્તરને કહે છે – ભાવાર્થ :
ગાથા ૧૦૩૩થી ૧૦૩૭માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભૂતાર્થવાચક એવા શ્રતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થઈ શકતું નથી, અને સમ્યક્તપ્રાપ્તિનો મૃતધર્મથી અન્ય હેતુ માનીએ તો અનવસ્થા પ્રાપ્ત થાય છે. તેથી સમ્યક્તના અન્ય હેતુ તરીકે કર્મને માનીએ તો તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર જીવને પ્રાપ્ત થઈ ચૂક્યું છે, છતાં મૃતધર્મથી અને શ્રતધર્મ સિવાયના અન્ય હેતુભૂત કર્મથી, પહેલાં સમ્યક્ત ન થયું, અને વર્તમાનમાં તે શ્રુતધર્મથી અને અન્ય હેતુરૂપ કર્મથી સમ્યક્ત થયું છે એમ કઈ રીતે કહી શકાય? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર ઉત્તર આપે છે –
ગાથા :
किं अन्नेण तओ च्चिअ पायमिअं जं च कालभेएणं । एत्थ वि तओ वि हेऊ नणु सो पत्तो पुरा बहुहा ॥१०३८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org