________________
૧૪૫
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧ ટીકા?
लिङ्गे च यथोदिते सति यथायोगं-यथासम्भवं भवति अदः श्रुतधर्मः प्राणिनाम्, उपपत्तिमाहसूत्रपौरुष्यादि यद्-यस्मात् तत्र-लिङ्गे नित्यकर्म=नित्यकरणीयं प्रज्ञप्तं वीतरागैः भगवद्भिरिति गाथार्थः ॥१०४१॥
ટીકાર્ય :
અને યથોદિત જિનપ્રણીત, એવું લિંગ હોતે છતે પ્રાણીઓને જીવોને, યથાયોગ યથાસંભવ=જે પ્રકારે સંભવી શકે એ પ્રકારે, આ શ્રુતધર્મ, થાય છે.
ઉપપત્તિને કહે છેઃલિંગ હોતે છતે શ્રતધર્મ કઈ રીતે ઘટે? તેની સંગતિ બતાવે છે –
જે કારણથી ત્યાં લિંગમાં, નિત્યકર્મ નિત્યકરણીય, એવા સૂત્રપોરિસી આદિ વીતરાગ વડે=ભગવાન વડે, પ્રરૂપાયેલ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૩૮માં પૂર્વપક્ષીને ઉત્તર આપતાં ગ્રંથકારે કહેલ કે શ્રુતધર્મથી જ પ્રાયઃ સમ્યક્ત થાય છે, અને કાળભેદથી સમ્યક્ત થવામાં પણ શ્રતધર્મ જ હેતુ છે, તેથી સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય હેતુ માનવાની જરૂર નથી. ત્યાં ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ શંકા કરી કે જીવને શ્રુતધર્મ પૂર્વે અનેક વાર પ્રાપ્ત થયો છે, અને તે વાતને જ સ્પષ્ટ કરવા માટે ગાથા ૧૦૩૯માં કહ્યું કે પ્રજ્ઞાપના આદિ આગમોમાં સંવ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવોનો જ નવેય રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે, અને રૈવેયકોમાં ઉપપાત ભગવાને પ્રરૂપેલ સાધુલિંગને છોડીને થતો નથી. વળી એ સ્પષ્ટ કરવા માટે ગાથા ૧૦૪૦માં કહે છે કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા નિહ્નવો વગેરે ક્રીડાથી નહીં, પરંતુ પોતાની મતિ પ્રમાણે શ્રમણપણે પાળે છે.
આશય એ છે કે નિદ્વવાદિ ભગવાનની આજ્ઞાને પરતંત્ર નહીં હોવાથી સાધુજીવનમાં જે કાંઈ સાધ્વાચારની ક્રિયાઓ કરે છે, તે સર્વ જિનવચનાનુસાર કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિ અનુસાર કરે છે, છતાં તેઓ સંયમ ગ્રહણ કરીને ક્રીડા કરતા નથી, પરંતુ પ્રતિદિન શ્રમણપણાવિષયક સર્વ અનુષ્ઠાનો સ્વબુદ્ધિ અનુસાર આચરે છે, જેનાથી તેઓ પણ નિરતિચાર સાધ્વાચાર પાળીને ઉત્કૃષ્ટથી નવેય રૈવેયકોમાં જાય છે. આમ, તેઓને ભગવાનના વચનમાં રુચિ નહીં હોવાને કારણે સાધ્વાચારનું સુંદર પાલન કર્યું હોવા છતાં ક્રિયામાત્રનું આ રૈવેયકોમાં ઉપપાતરૂપ તુચ્છ ફળ તેઓ પ્રાપ્ત કરે છે; કેમ કે ભગવાનના વચન પ્રત્યેની રુચિ વગર સાધ્વાચારની ક્રિયાઓ સાનુબંધ થતી નથી. તેથી તેવી ક્રિયાઓ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત પામતી નથી, પરંતુ નિરનુબંધ હોવાથી તેવી ક્રિયાઓ જીવને રૈવેયકનું ફળ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય છે, અને અનાદિમિથ્યાદષ્ટિ જીવોનો પણ ઉત્કૃષ્ટ ઉપપાત નવેય રૈવેયકો સુધી થાય છે.
આમ, આગમને જાણનારા પૂર્વસૂરિઓના વચનથી એ ફલિત થયું કે સર્વ જીવો અનંતીવાર જિનપ્રણીત સાધુલિંગને ગ્રહણ કરીને, સાધ્વાચારની ક્રિયાઓ પાળીને ઉત્કૃષ્ટથી નવમા ગ્રેવેયક સુધી જાય છે.
વળી આટલા કથનથી, સર્વ જીવોને અનંતીવાર મૃતધર્મની પ્રાપ્ત થઈ છે એ કથન કઈ રીતે સિદ્ધ થયું? તે દર્શાવવા અર્થે ગાથા ૧૦૪૧માં પૂર્વપક્ષી કહે છે કે જ્યારે જીવ નવમા ગ્રેવેયક સુધી જાય છે ત્યારે જિનપ્રણીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org