________________
૧૩૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૫ થાય અપરહેતુનો ભાવ કે અભાવ થાય. શરમાવે અને કારણના ભાવમાં=અપરહેતુના ઘટનના કારણના સદ્ભાવમાં, મહેક =અહેતુ નથી=અપરહેતુનું ઘટન હેતુ વગરનું નથી. ગાથાર્થ :
પાછળથી પણ બીજા હેતુનો સંબંધ થવામાં શું કારણ છે ? વળી જો બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ ન હોય તો સદા માટે બીજા હેતુનો સદ્ભાવ કે અભાવ થાય, અને જે બીજા હેતુનો સંબંધ થવાનું કારણ હોય તો તે બીજો હેતુનો સંબંધ કારણ વગરનો નથી. ટીકા? ___ पश्चादपि तस्य हेतोरपरस्य घटने किं कारणम् ?, अथाऽकारणं तद्-अपरहेतुघटनं नित्यं तद्भावाभावौ, तदविशेषात्, कारणभावे चाऽपरहेतुघटनस्य नाऽहेतुः कश्चिदपर इति गाथार्थः ॥१०३५॥ ટીકાર્ય :
પાછળથી પણ=પૂર્વે અનંતીવાર મૃતધર્મની પ્રાપ્તિ થવા છતાં સમ્યક્તના અપરહેતુની અપ્રાપ્તિને કારણે જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં અને પાછળથી સમ્યક્તના અપરહેતુની પ્રાપ્તિ થવાથી મૃતધર્મથી સમ્યક્ત પ્રાપ્ત થયું એમ સ્વીકારવામાં પાછળથી પણ, તેના=અપરહેતુના, ઘટનમાં અર્થાત્ શ્રતધર્મથી અન્ય સમ્યક્તના હેતુનો સંબંધ થવામાં, શું કારણ છે?
જો તે=અપરહેતુનું ઘટન, અકારણ હોય તો નિત્ય તેનો ભાવ-અભાવ થાય=અપરહેતુનો સદા સદ્ભાવ થાય કે સદા અભાવ થાય; કેમ કે તેનો અવિશેષ છે=અપરહેતુના ઘટનનો અભેદ છે, અર્થાત્ પૂર્વે અનંતકાળમાં અપરહેતુનો સંબંધ ન થયો, અને અનંતકાળ પછી અત્યારે સમ્યક્તના તે શ્રતધર્મથી અપરહેતુનો સંબંધ થાય, એવો અપરહેતુના ઘટનામાં કોઈ ભેદક નથી.
અને અપરહેતુના ઘટનના કારણના ભાવમાં=કારણના સદ્ભાવમાં, અપરહેતુનું ઘટન અહેતુ નથી=કોઈ અપર એવો હેતુ છે=સમ્યત્ત્વનો શ્રતધર્મરૂપ હેતુથી અન્ય હેતુનો જીવ સાથે સંબંધ થવામાં કોઈ બીજો હેતુ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * પ્રસ્તુતમાં સમ્યત્વ એ કાર્ય છે, અને તે સમ્યક્તપ્રાપ્તિનો પ્રથમ હેતુ મૃતધર્મ છે, અને તે મૃતધર્મથી સમ્યત્ત્વની પ્રાપ્તિ થવામાં બીજો હેતુ માનવો પડે, તે બીજા હેતુનો જીવ સાથે સંબંધ થવામાં કોઈ ત્રીજો હેતુ માનવો પડે, એમ નવા નવા હેતુઓ માનવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય. એ પ્રકારનો પૂર્વપક્ષના કથનનો આશય છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જીવને શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થવા છતાં સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં, માટે શ્રતધર્મથી નિયમા સમ્યક્ત થાય છે, એમ કહી શકાય નહીં. વળી ગાથા ૧૦૩૪માં સ્થાપન કર્યું કે મૃતધર્મની પ્રાપ્તિ થવા છતાં, સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુની જીવને ક્યારેય પ્રાપ્તિ થઈ નહીં, માટે શ્રતધર્મથી સમ્યક્ત થયું નહીં, એમ પણ કહી શકાય નહીં; કેમ કે અનાદિ સંસારમાં ભમતા જીવને સમ્યક્તના હેતુ એવા શ્રતધર્મથી અન્ય હેતુની પણ અનંતીવાર પ્રાપ્તિ થઈ છે. આથી જેમ જીવને સમ્યક્તના કારણભૂત એવો શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ જીવને સમ્યત્ત્વના કારણભૂત એવો શ્રતધર્મથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org