________________
૧૩૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / ગાથા ૧૦૩-૧૦૩૦ સંબંધ થવામાં કોઈ કારણ ન માનીએ તો તે અન્ય હેતુનો સંબંધ નિત્ય થવો જોઈએ કે ક્યારેય ન થવો જોઈએ. અને જો સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ માનીએ તો કહી શકાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવાના કારણરૂપ ત્રીજા હેતુનો વર્તમાનમાં સંયોગ થયો, તેથી પાછળથી બીજા હેતુનો સંબંધ થયો, અને તે બીજા હેતુનો સંબંધ થવાથી અત્યારે શ્રુતધર્મથી સમ્યક્ત થયું. પરંતુ તેમ સ્વીકારીએ તો એ પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં કારણભૂત એવો તે ત્રીજા હેતુનો સંયોગ અત્યાર સુધી કેમ ન થયો? અને અત્યારે જ કેમ થયો? તે નક્કી કરવા માટે તે ત્રીજા હેતુનો સંયોગ થવામાં પણ કોઈ ચોથા હેતુને કારણરૂપે માનવો પડે, આમ અનવસ્થા પ્રાપ્ત થાય.
આ રીતે અકારણ-સકારણપણા વડે કરીને ગાથા ૧૦૩૫માં કહેવાયેલ દોષની અનિવૃત્તિ થવાથી સમ્યક્તના શ્રુતધર્મથી અન્ય એવા બીજા હેમુના ઘટનનો હેતુ એવા ત્રીજા હેતુનો પણ અયોગ પ્રાપ્ત થાય. તેથી હવે સમ્યક્તના હૃતધર્મરૂપ હેતુના સંયોગમાં કયું કારણ સ્વીકારી શકાય? તે દર્શાવવા અર્થે પૂર્વપક્ષી ગાથાના બીજા પાદથી કહે છે –
જીવને જે કોઈ બહિરંગ કે અંતરંગ સંયોગો પ્રાપ્ત થાય છે, તે સર્વ સંયોગો કર્મને આધીન છે; અને જીવે અનાદિકાળથી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મના ગ્રંથિદેશ સુધીની સર્વ સ્થિતિઓ અનંતી વખત પ્રાપ્ત કરી છે, એ પ્રમાણે આગમ છે અર્થાતુ શાસ્ત્રનો પાઠ છે. તેથી અનાદિ સંસારમાં ભટકતા જીવે કર્મવશ જે રીતે બાહ્ય સંયોગો પ્રાપ્ત કર્યા તે રીતે જીવ ગ્રંથિદેશમાં આવ્યો ત્યારે તેણે ઋતધર્મરૂપ આંતર સંયોગ પણ પ્રાપ્ત કર્યો. આ પ્રકારના કથન દ્વારા ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તની પ્રાપ્તિનું કારણ શ્રતધર્મ નથી એમ પૂર્વપક્ષીને સ્થાપન કરવું છે, જે કથન આગળની ગાથામાં પૂર્વપક્ષી દર્શાવે છે. ૧૦૩૬ll અવતરણિકા :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જીવને જે કાંઈ બાહ્ય કે અત્યંતર સંયોગો પ્રાપ્ત થાય છે તે સર્વ પ્રત્યે કર્મ કારણ છે, અને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ સુધીનું કર્મ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યું છે એ પ્રકારે આગમ છે. તે પ્રમાણે જીવ ગ્રંથિદેશમાં આવ્યો ત્યારે તેને શ્રુતધર્મની પ્રાપ્તિ પણ થઈ છે, છતાં ધૃતધર્મથી સમ્યક્ત કેમ થતું નથી ? એ સ્પષ્ટ કરવા માટે પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
ण य एयभेयओ तं अन्नं कम्मं अणेण चरियत्थं ।
सइभावाऽणाइमया कह सम्मं कालभेएणं ? ॥१०३७॥ અન્વચાઈ:
એવો ય ગર્લ્સ અને આના ભેદથી-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીની સ્થિતિના કર્મના ભેદોથી, અન્ય એવું તે મં તે કર્મ નથી=સમ્યક્તનું કારણ બને એવું કર્મ નથી.
અહીં પ્રશ્ન થાય કે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મની ગ્રંથિ સુધીના કર્મના ભેદો અંતર્ગત જ સમ્યક્તના હેતુભૂત એવું કર્મ સ્વીકારીએ તો શું વાંધો આવે ? એથી કહે છે –
મો=આના વડેઃકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મની ગ્રંથિ સુધીની કર્મસ્થિતિના ભેદો અંતર્ગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org