________________
૧૩૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૪-૧૦૩૫
ટીકાર્ય :
અને અહીં=સંસારમાં, સમ્યક્તનો અપ્રાપ્તપૂર્વવાળો અન્ય કોઈ હેતુ નથી. કેમ? એથી કહે છે – જે કારણથી અનાદિ સંસારમાં સંસરતા એવા જીવનો કોની સાથે યોગ ઘટ્યો નથી? સર્વ સાથે ઘટ્યો છે=બધા સાથે જીવનો સંબંધ થયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વ જીવોએ પૂર્વે અનંતવાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે, છતાં સમ્યક્ત થયું નહીં, આથી શ્રુતધર્મથી પણ નક્કી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થતું નથી. ત્યાં કોઈ કહે કે સમ્યક્તનો મૃતધર્મરૂપ હેતુ જીવને અનંતીવાર પ્રાપ્ત થયેલ હોવા છતાં સમ્યક્તના મૃતધર્મથી અન્ય હેતુની જીવને અત્યાર સુધી પ્રાપ્તિ થઈ નહીં, આથી જીવને મૃતધર્મથી પણ સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં.
તેનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે જગતમાં પૂર્વે પ્રાપ્ત ન થયો હોય એવો બીજો કોઈ સમ્યક્તનો હેતુ નથી; કેમ કે આ સંસારમાં ભટકતા જીવોએ બધા સાથે સંબંધ કર્યો છે, તેથી જગતના સર્વ પદાર્થો સાથે જીવનો સંયોગ થયેલો છે. માટે સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુનો જીવને સંબંધ નહીં થયેલો હોવાને કારણે જીવને અત્યાર સુધી સમ્યક્ત થયું નહીં તેમ કહી શકાય નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૦૩૪ો.
અવતરણિકા :
ગાથા ૧૦૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત કૃતધર્મથી થઈ શકે નહીં. તેના નિરાકરણ માટે કોઈ કહે કે સમ્યક્તનો કૃતધર્મરૂપ હેતુ હોવા છતાં સમ્યત્વના અન્ય હેતુની વિકલતાને કારણે પૂર્વે જીવને શ્રુતધર્મથી સમ્યક્ત થયું નહીં. તેનું નિરાકરણ કરતાં પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે જો સમ્યત્વનો મૃતધર્મથી અન્ય હેતુ તમે માનતા હો તો તે અન્ય હેતુની પણ જીવને પૂર્વે પ્રાપ્તિ થઈ ગઈ છે, છતાં સમ્યક્ત થયું નહિ, તેથી અન્ય હેતુ હોય તોપણ ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે એમ પણ કહી શકાય નહીં.
ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે અન્ય હેતુ હોતે છતે શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે, પરંતુ અનાદિ સંસારમાં ભમતા જીવને સમ્યક્તનો તે અન્ય હેતુ ક્યારેય પ્રાપ્ત થયો નહીં. આથી શ્રુતધર્મથી સમ્યક્ત થયું નહીં અને જ્યારે શ્રતધર્મ સાથે સમ્યત્ત્વના અન્ય હેતુની પણ પ્રાપ્તિ થશે ત્યારે જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂ૫ સમ્યક્ત પ્રાપ્ત થશે. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી પ્રસ્તુત ગાથામાં કહે છે –
ગાથા :
पच्छा वि तस्स घडणे किं कारणमह अकारणं तं तु ।
निच्चं तब्भावाई कारणभावे अ णाहेऊ ॥१०३५॥ અન્વયાર્થ:
પછી વિ=પાછળથી પણ તસ્ય તેના=અપરહેતુના, ઘડો ઘટનમાં લિં વરdi=કારણ છે? મદ તુ વળી જો તંત્રતે અપરહેતુનું ઘટન, મારdi=અકારણ છે, (તો) નિબૅનિત્ય તબ્બાવાડું તેના ભાવાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org