________________
૧૩૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૩ આથી સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય કોઈ બાહ્ય હેતુ સ્વીકારી શકાય નહીં, એમ સ્થાપન કરીને, પૂર્વપક્ષી પોતાની વાતને સમર્થન કરવા માટે કહે છે કે સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ સ્વીકારવો હોય તો અંતરંગ રીતે કર્મ સ્વીકારી શકાય અર્થાત્ સમ્યત્વનો બાહ્ય હેતુ શ્રતધર્મ છે, અને આંતર હેતુ કર્મ છે, એમ સ્વીકારી શકાય; પરંતુ તે કર્મ પણ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધીની સ્થિતિ સિવાય અન્ય કોઈ સ્વીકારી શકાય નહીં, અને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિદેશ સુધીની કર્મસ્થિતિ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કરી છે; કેમ કે અનાદિકાળથી ભમતો જીવ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને પણ અનંતીવાર પામે છે, અને કર્મના ગ્રંથિદેશમાં પણ અનંતીવાર આવે છે. આથી સમ્યક્તનું બાહ્ય કારણ શ્રુતધર્મ સ્વીકારીએ અને અંતરંગ કારણ કર્મ સ્વીકારીએ તો, જેમ બાહ્ય કારણભૂત શ્રુતધર્મની જીવને અનંતવાર પ્રાપ્તિ થઈ છે, તેમ અત્યંતર કારણીભૂત કર્મની પણ જીવને અનંતીવાર પ્રાપ્તિ થઈ છે, છતાં પૂર્વે જીવને સમ્યક્ત થયું નહીં. આથી જીવને બાહ્ય એવા શ્રતધર્મથી અને અત્યંતર એવા કર્મથી સમ્યક્ત થાય છે, એમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ ન કહી શકાય.
આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે, જેનો ઉત્તર ગ્રંથકાર ગાથા ૧૦૩૮માં આપવાના છે.
ગાથા :
आह तओ वि ण नियमा जायइ भूअत्थसदहाणं तु।
जं सो वि पत्तपुव्वो अणंतसो सव्वजीवहिं ॥१०३३॥ અન્વયાર્થ :
માહ કહે છેઃકોઈ શંકા કરતાં કહે છે–તો વિતુ-વળી તેનાથી પણ શ્રુતધર્મથી પણ, મૂત્થસાઈભૂતાર્થનું શ્રદ્ધાન નિયમનિયમથી જ નાયડું થતું નથી; ગંજે કારણથી જે વિકઆ પણ શ્રુતધર્મ પણ, સબ્બેનીવેટિંસર્વ જીવો વડે મviતસો અનંતીવાર પત્તપુત્રો પ્રાપ્તપૂર્વવાળો છે=પૂર્વે પ્રાપ્ત કરાયો છે. ગાથાર્થ : - મદિથી શંકા કરતાં કોઈ કહે છે – વળી ઋતધર્મથી પણ ભૂતાર્થનું શ્રદ્ધાના નિયમથી થતું નથી; જે કારણથી શ્રુતધર્મ પણ સર્વ જીવો વડે અનંતીવાર પૂર્વે પ્રાપ્ત કરાયો છે. ટીકા :
आह-ततोऽपि श्रुतधर्मात् न नियमात् जायते भवति भूतार्थश्रद्धानं तु सम्यक्त्वं, कुत इत्याहयदसावपि-श्रुतधर्मः प्राप्तपूर्वोऽनन्तशः सर्वजीवैः द्रव्यलिङ्गग्रहण इति गाथार्थः ॥१०३३॥ ટીકાર્ય :
માદ થી કોઈ શંકા કરે છે – વળી તેનાથી પણ શ્રુતધર્મથી પણ, ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત નિયમથી થતું નથી. કયા કારણથી શ્રુતધર્મથી પણ સભ્યત્વ નિયમથી નથી થતું? એથી કહે છે – જે કારણથી દ્રવ્યલિંગના ગ્રહણમાં સર્વ જીવો વડે આ પણ શ્રુતધર્મ પણ, અનંતીવાર પ્રાપ્તપૂર્વવાળો છે પહેલાં મેળવાયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org