________________
૧૨૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૨
ગાથાર્થ :
જે કારણથી જગતમાં એકાંતે અપરુષેય વચન વિધમાન નથી, અને અપક્ષીણદોષવાળાનું સર્વ વચન ભૂતાર્થનું વાચક નથી. ટીકાઃ ___ यस्मादपौरुषेयं नैकान्तेनेह विद्यते वचनं, पुरुषव्यापाराभावेऽनुपलब्धेः, भूतार्थवाचकं न च सर्वमप्रक्षीणदोषस्य वचनमिति, तस्माद्यथोक्त एव श्रुतधर्म इति गाथार्थः ॥१०३२॥ ટીકાર્ય :
જે કારણથી અહીં=જગતમાં, એકાંતથી અપૌરુષેય વચન વિદ્યમાન નથી, કેમ કે પુરુષના વ્યાપારના અભાવમાં અનુપલબ્ધિ છે–પુરુષનો બોલવારૂપ વ્યાપાર ન હોય તો વચનની પ્રાપ્તિ થતી નથી, અને અપક્ષીણદોષવાળાનું સર્વ વચન ભૂતાર્થનું વાચક નથી, તે કારણથી યથોક્ત જ પૂર્વગાથામાં કહેવાયેલ પ્રક્ષણદોષવાળાના વચનરૂપ જ, હૃતધર્મ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ભૂતાર્યવાચક શ્રતધર્મ પ્રક્ષણદોષવાળા સર્વજ્ઞનું વચન જ છે. તેથી પ્રશ્ન થાય કે પ્રક્ષીણદોષવાળાનું વચન જ કેમ ભૂતાર્થવાચક છે ? એથી કહે છે –
જે કારણથી એકાંતે અપૌરુષેય વચન જગતમાં વિદ્યમાન નથી; કેમ કે પુરુષનો બોલવાનો વ્યાપાર ન હોય તો જગતમાં વચનની પ્રાપ્તિ થતી નથી. આ કથનથી જેઓ અપૌરુષેય વચનને પ્રમાણ માને છે તેમનું નિરાકરણ થાય છે.
આશય એ છે કે અતીન્દ્રિય પદાર્થો આગમથી જણાય છે, અને તે આગમ કોઈ પુરુષ રચેલ નથી, પણ એકાંતે અપૌરુષેય છે; કેમ કે પુરુષે રચેલ આગમ પ્રમાણભૂત બને નહીં. આમ માનીને જેઓ અપૌરુષેય એવા આગમને પ્રમાણ સ્વીકારીને અપૌરુષેય આગમના વચનથી જ અતીન્દ્રિય પદાર્થોનો બોધ થાય છે એમ માને છે, તેઓની આ માન્યતા યુક્તિયુક્ત નથી; કેમ કે પુરુષના વ્યાપાર વગર જગતમાં વચનની ઉપલબ્ધિ થતી નથી,
અહીં “એકાંતથી અપૌરુષેય વચન વિદ્યમાન નથી” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે વચન અપૌરુષેય કથંચિત્ છે, પરંતુ એકાંતથી નથી; તે આ રીતે
જગતમાં રહેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલો જીવના પ્રયત્નથી વચનરૂપે પરિણમન પામે છે, એ અપેક્ષાએ વચન પુરુષના વ્યાપારથી જન્ય છે; તોપણ વચન સર્વથા પુરુષના વ્યાપારથી જન્ય નથી; કેમ કે જગતમાં જે ભાષાવર્ગણાનાં પુદ્ગલો રહેલાં છે, તે પુરુષના પ્રયત્નથી પેદા થયાં નથી, પરંતુ તે ભાષાવર્ગણાનાં પુદ્ગલોને પુરુષ કંઠ-તાલુના અભિઘાતથી વચનરૂપે પરિણમાવે છે. માટે વચન સર્વથા પુરુષના પ્રયત્નથી પેદા થતાં નથી; છતાં પુરુષના વ્યાપારથી ભાષારૂપે પરિણમન પામતાં હોવાને કારણે પુરુષવ્યાપારથી જન્ય છે, માટે વચન કથંચિત્ પૌરુષેય છે; અને તે વચન ભાષાવર્ગણારૂપે પુરુષવ્યાપારથી અજન્ય છે, માટે કથંચિત્ અપૌરુષેય છે. આથી પ્રસ્તુત ગાથામાં કહ્યું કે “વચન એકાંતથી અપૌરુષેય નથી.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org