________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૩-૧૦૩૪
૧૩૧
ભાવાર્થ :
ગાથા ૧૦૩૧માં ગ્રંથકારે કહ્યું કે પ્રાયઃ કરીને ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે કે આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો અનંતી વખત દ્રવ્ય સાધુપણું ગ્રહણ કરીને નવમા સૈવેયક સુધી જાય છે ત્યારે, સાધુપણામાં શ્રતધર્મને પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે, તોપણ સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં; કેમ કે પૂર્વે સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તો આ જીવ અનંત કાળ સુધી આ સંસારમાં ભટકે નહીં. આથી ફલિત થાય છે કે શ્રુતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય તેવું નક્કી થતું નથી. /૧૦૩૩ અવતરણિકા :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે શ્રુતધર્મથી પણ નક્કી સમ્યક્ત થતું નથી, કેમ કે શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો, છતાં જીવને સમ્યક્ત થયું નહીં. ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો શ્રુતધર્મ પણ હેતુ છે અને શ્રુતધર્મથી અન્ય પણ હેતુ છે; અને સ ત્ત્વના કારણભૂત શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, પણ સમ્યક્તનું અન્ય કારણ ક્યારેય પ્રાપ્ત થયું નહીં. આથી સમ્યત્વના અન્ય કારણનો અભાવ હોવાને કારણે શ્રુતધર્મરૂપ કારણ પ્રાપ્ત થવા છતાં જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
ण य अत्थि कोइ अन्नो एत्थं हेऊ अपत्तपुव्वो त्ति ।
जमणादीसंसारे केण समं न घडिओ जोगो ॥१०३४॥ અન્વયાર્થ :
અને અહીં=સંસારમાં, પત્ત,વ્યો અપ્રાપ્તપૂર્વવાળો નન્નો સ્રોડ઼ દે અન્ય કોઈ હેતુ | સ્થિ નથી; ગંજે કારણથી મUTIીસંસારે અનાદિ સંસારમાં ભમતા જીવનો) ઍ સમંત્રકોની સાથે ગાયો વડિઓ ને ? યોગ ઘટિત નથી ? » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
અને સંસારમાં પહેલાં પ્રાપ્ત થયો ન હોય એવો અન્ય કોઈ હેતુ નથી; જે કારણથી અનાદિ સંસારમાં ભમતા જીવનો કોની સાથે સંબંધ થયો નથી ? ટીકાઃ ___ न चाऽस्ति कश्चिदन्योऽत्र हेतुः सम्यक्त्वस्याऽप्राप्तपूर्व इति, कथमित्याह-यदनादौ संसारे संसरतः केन सार्द्ध न घटितो योगः ? सर्वेण घटित इति गाथार्थः ॥१०३४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org