________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૧-૧૦૩૨
૧ર૦
ટીકાર્ય
અને ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત પ્રાયઃ ભૂતાર્થના વાચક–સભૂત અર્થને કહેનારા, શ્રતધર્મથી= આગમથી, થાય છે. વળી તે=શ્રુતધર્મ, પ્રક્ષણદોષવાળાનું ક્ષય પામેલા છે દોષો જેમના એવા સર્વજ્ઞનું, વચન જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
ઇન્દ્રિયગોચર કે અતીન્દ્રિય પદાર્થો જગતમાં જે પ્રકારે સંસ્થિત છે તે જ પ્રકારે તે સર્વ પદાર્થોની સમ્યગુ રુચિ થવી એ ભૂતાર્થનું શ્રદ્ધાન છે, જે સમ્યક્તરૂપ છે; અને છબસ્થ જીવો જોકે અતીન્દ્રિય પદાર્થો જોઈ શકતા નથી, તોપણ અતીન્દ્રિય પદાર્થોને કહેનારા શ્રુતધર્મથી પ્રાયઃ કરીને જીવોને ભૂતાર્થનું શ્રદ્ધાન થાય છે.
વળી, તે શ્રતધર્મ પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કલ્યાણનો અર્થી જીવ તત્ત્વ જાણવાને અભિમુખ થાય ત્યારે કયું શાસ્ત્ર કષ, છેદ, તાપ પરીક્ષાથી શુદ્ધ છે, તેનો નિર્ણય કરીને તે કષાદિથી શુદ્ધ એવું શાસ્ત્ર સર્વજ્ઞનું વચન છે એમ સ્વીકારે છે. આમ, તે જીવને સર્વજ્ઞના વચન પ્રત્યે જે સ્થિર શ્રદ્ધા થાય છે તે સમ્યક્વરૂપ છે.
અહીં પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે જીવમાં તે પ્રકારની નિર્મળ પ્રજ્ઞા ન હોય તો સર્વજ્ઞના વચનરૂપ શ્રતધર્મથી પણ સાચી શ્રદ્ધા પેદા થાય નહીં, નિર્મળ પ્રજ્ઞાવાળા જીવને જ કૃતધર્મથી સર્વજ્ઞવચનમાં સ્થિર શ્રદ્ધા થાય છે. યોગ્ય જીવને કષ, છેદ, તાપથી શુદ્ધ એવાં સર્વજ્ઞનાં વચનો જાણીને સ્થિર નિર્ણય થાય છે કે “સર્વજ્ઞ ભગવંતે જે કાંઈ કહ્યું છે તે જ તત્ત્વ છે, અન્ય નહીં. આથી મારે પણ સર્વજ્ઞનાં વચનોનો યથાર્થ બોધ કરીને તે જ પ્રમાણે આચરણ કરવું જોઈએ, અને તેમ કરીશ તો જ મારું હિત થશે.” આવા પ્રકારની શ્રદ્ધા સભૂત અર્થના વાચક એવા શ્રુતધર્મથી યોગ્ય જીવને પેદા થાય છે, અને અયોગ્ય જીવને શ્રુતધર્મથી પણ આવા પ્રકારની શ્રદ્ધા પેદા થતી નથી, તેથી “પ્રાયઃ' શબ્દનું ગ્રહણ છે. ૧૦૩૧II
અવતરણિકા :
किमित्यत्राह -
અવતરણિકાર્ય :
કયા કારણથી શ્રતધર્મ પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન જ છે? એ પ્રકારની એમાં શંકામાં, કહે છે –
ગાથા :
जम्हा अपोरिसेअं नेगंतेणेह विज्जई वयणं ।
भूअथवायगं न य सव्वं अपहीणदोसस्स ॥१०३२॥ અન્વયાર્થ :
ન =જે કારણથી રૂદ અહીં=જગતમાં, તેમાં મપોરિસે વય એકાંતથી અપૌરુષેય વચન ૨ વિ વિદ્યમાન નથી, મહીપાવો અને અપ્રક્ષીણદોષવાળાનું સળં મૂલ્યવાયાં ન=સર્વ (વચન) ભૂતાર્થનું વાચક નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org