________________
૧૧૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૧
ગાથા :
सम्मं धम्मविसेसो जहि कसछेअतावपरिसुद्धो ।
वणिज्जइ निज्जूढं एवंविहमुत्तमसुआइ ॥१०२१॥ અન્વયાર્થ :
નશિંગજેમાં વસે છે તાવપરિશુદ્ધ સ થMવિસકષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો સમ્યમ્ ધર્મવિશેષ /mટ્ટ=વર્ણવાય છે, અવંવિ૬ ૩ત્તમકુમારૂં આવા પ્રકારનું ઉત્તમ કૃતાદિ નિગૂઢં-નિબૂઢ
છે.
ગાથાર્થ :
જેમાં કષ, છેદ, તાપશુદ્ધિથી પરિશુદ્ધ એવો સમ્યગ્ર ધર્મવિશેષ કહેવાય છે, એવા પ્રકારનું ઉત્તમ શ્રેતાદિ નિલૂંટ છે. ટીકા?
सम्यग् धर्मविशेषः पारमार्थिकः यत्र ग्रन्थरूपे कषच्छेदतापपरिशुद्धः-त्रिकोटिदोषवर्जितः वर्ण्यते सम्यक्, नियूँढमेवंविधं भवति ग्रन्थरूपं, तच्चोत्तमश्रुतादि, उत्तमश्रुतं-स्तवपरिज्ञा इत्येवमादीति गाथार्थः ૨૦૨ * “ઉત્તમકૃતરિ''માં “રિ' પદથી ઉત્તમ ચારિત્રનું ગ્રહણ છે.
ટીકાર્થ :
ગ્રંથરૂપ જેમાં કષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો=ત્રિકોટી દોષથી વર્જિત એવો, સમ્યક પારમાર્થિક, ધર્મવિશેષ વર્ણવાય છે. આવા પ્રકારનું ગ્રંથરૂપ નિબૂઢ છે. અને ઉત્તમ શ્રુત છે આદિમાં જેને એવું તે છેઃ દૃષ્ટિવાદાદિમાંથી નિવ્ઢ છે. ઉત્તમ શ્રુત સ્તવપરિજ્ઞા એ વગેરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
દૃષ્ટિવાદાદિ આગમોમાંથી ઉદ્ધત કરીને રચવામાં આવતા ગ્રંથોને નિબૂઢ કહેવાય છે, અને તે નિબૂઢ એવા ગ્રંથો કષશુદ્ધિ, છેદશુદ્ધિ અને તાપશુદ્ધિથી પરિશુદ્ધ હોવા જોઈએ. જો તે ગ્રંથો કષાદિ શુદ્ધિથી પરિશુદ્ધ ન હોય તો તે નિબૂઢ બને નહીં, અને પારમાર્થિક ધર્મવિશેષ સમજાવવા અર્થે પૂર્વના મહાપુરુષોએ આગમોમાંથી ઉદ્ધાર કરીને રચેલા ગ્રંથો ઉત્તમ શ્રુતાદિ છે, અને ઉત્તમ શ્રુત સ્તવપરિજ્ઞા આદિરૂપ છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરવાના છે.
આનાથી એ ફલિત થયું કે દૃષ્ટિવાદાદિ આગમોમાંથી પદાર્થો ગ્રહણ કરીને પૂર્વઋષિઓએ કષ, છેદ અને તાપથી પરિશુદ્ધ એવા જે ગ્રંથોની રચના કરી છે, તે સર્વ ગ્રંથરચના નિબૂઢ કહેવાય. ./૧૦૨૧૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org