________________
૧૧૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪
અન્વયાર્થ:
તવંતેપૂર્વગાથામાં કહેવાયેલ વિધિ અને પ્રતિષેધ, ને વાડ્રાઇ=જે બાહ્ય અનુષ્ઠાન વડે નિયમ-નિયમથી ર વાહિરૂં બાધ પામતા નથી, પરિશુદ્ધ મ સંમવડું અને પરિશુદ્ધ સંભવે છે, તો ૩૫T=વળી તે=બાહ્ય અનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ, થમ્પમિ છે ધર્મવિષયક છેદ છેપૂર્વગાથામાં બતાવેલ વિધિ-નિષેધને અનુરૂપ જ બાહ્ય અનુષ્ઠાન પ્રાપ્ત થતાં હોય તો એ ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે. * “રિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં કહેલ વિધિ અને પ્રતિષેધ જે બાહ્ય અનુષ્ઠાન વડે નિયમથી બાધ પામતા નથી અને પરિશુદ્ધ સંભવે છે, વળી તે બાહ્ય અનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે.
ટીકા :
बाह्यानुष्ठानेन-इतिकर्तव्यतारूपेण येन न बाध्यते तद्-विधिप्रतिषेधद्वयं नियमात्, सम्भवति चैतत्परिशुद्ध-निरतिचारं, स पुनस्तादृशः प्रक्रमादुपदेशोऽर्थो वा धर्मच्छेद इति गाथार्थः ॥१०२३॥ ટીકાર્ય :
ઈતિકર્તવ્યતારૂપ જે બાહ્ય અનુષ્ઠાન વડે=જે પ્રકારે શાસ્ત્રમાં બતાવેલ છે એ પ્રકારની કર્તવ્યતા સ્વરૂપ જે બાહ્ય આચરણા વડે, તે=વિધિ-પ્રતિષેધદ્રય, નિયમથી બાધ પામતા નથી, અને આકવિધિ-પ્રતિષેધય, પરિશુદ્ધ=નિરતિચાર, સંભવે છે; વળી તે પ્રક્રમથી તેવા પ્રકારનો ઉપદેશ કે અર્થ શાસ્ત્રમાં બતાવેલ વિધિપ્રતિષેધનો વિરોધ ન કરે તેવા પ્રકારની બાહ્ય આચરણાને બતાવનારો ઉપદેશ કે બાહ્ય આચરણારૂપ પદાર્થ, ધર્મછેદ છે=ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
जीवाइभाववाओ बंधाइपसाहगो इहं तावो ।
एएहिं सुपरिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ॥१०२४॥ અન્વયાર્થ:
વંધારૂપ નીવામાવવો બંધાદિનો પ્રસાધક એવો જીવાદિ ભાવનો વાદ રૂદંઅહીં ધર્મની પરીક્ષામાં, તાવો તાપ છે. પદ્ધિ સુપરિશુદ્ધો ઘણો આના વડે=આ કષ-છેદ-તાપ વડે, સુપરિશુદ્ધ એવો ધર્મ થમ્પત્તUાં ધર્મત્વને ૩ડું પામે છે.
ગાથાર્થ :
બંધાદિને સાધનારો એવો જીવાદિ નવ પદાર્થોનો વાદ ધર્મની પરીક્ષામાં તાપ છે, આ કષ-છેદ-તાપ વડે સુપરિશુદ્ધ એવો ધર્મ ધર્મપણાને પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org