________________
૧૧૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ દા.ત. દિગંબરમતમાં પ્રાણીવધાદિનો નિષેધ છે અને મોક્ષને અનુકૂળ એવા ધ્યાનાદિની વિધિ છે, આથી દિગંબરમતનાં શાસ્ત્રો કષશુદ્ધ છે. આમ છતાં સાધુને વસ્ત્રપરિધાનનો એકાંતે નિષેધ કરેલ હોવાથી ક્યારેક ધ્યાનાદિનો બાધ કરે તેવી ઠંડી લાગતી હોય તોપણ દિગંબરમતનાં શાસ્ત્રો પ્રમાણે સાધુ વસ્ત્ર ગ્રહણ કરી શકે નહીં. તેથી તેઓનાં શાસ્ત્રોમાં કરેલો વસ્ત્રપરિધાનનો એકાંતે નિષેધ ધ્યાનાદિની વિધિનું સમ્યગ્ધાલન કરવામાં અંતરાયભૂત બને છે. આથી વસ્ત્રપરિધાનનો એકાંત નિષેધ ધ્યાનાદિ વિધિનો બાધક બનતો હોવાથી તેવાં અનુષ્ઠાનો બતાવનારાં દિગંબરશાસ્ત્રો કષશુદ્ધ હોવા છતાં છેદશુદ્ધ નથી.
વળી, શ્વેતાંબરમતમાં પ્રાણીવધાદિ પાપસ્થાનકોનો નિષેધ છે અને ધ્યાનાદિની વિધિ છે, આથી શ્વેતાંબરમતનાં શાસ્ત્રો કષશુદ્ધ છે. તે આ રીતે – પ્રાણીવધાદિમાં કારણ બને તેવા વસ્ત્રપરિધાનનો નિષેધ છે, અને ધ્યાનાદિમાં ઉપષ્ટભક ન બને તેવા પણ વસ્ત્રપરિધાનનો નિષેધ છે; આમ છતાં ધ્યાનાદિમાં સુદઢ યત્ન કરનારા સાધુઓને ક્વચિત્ ઠંડી આદિને કારણે ધ્યાનાદિમાં સ્કૂલના થતી હોય તો શ્વેતાંબરમતના શાસ્ત્રમાં વસ્ત્રપરિધાનની વિધિ પણ બતાવી છે. માટે સર્વ બાહ્ય અનુષ્ઠાનો વિધિને અનુરૂપ છે; વળી હિંસાનો જે નિષેધ છે, તેના પાલન માટે યતના આવશ્યક હોવાથી પાત્રગ્રહણની અનુજ્ઞા છે, તેથી યતનાપરાયણ સાધુ શાસ્ત્રમાં બતાવેલ બાહ્ય અનુષ્ઠાન દ્વારા સંયમનું નિરતિચાર પાલન કરી શકે છે, તેથી શ્વેતાંબરશાસ્ત્રો કષશુદ્ધ અને છેદશુદ્ધ છે. - આમ, ઉપરમાં કહ્યું તેવું શાસ્ત્ર અથવા તેવા પ્રકારનો ઉપદેશ કે તેવા પ્રકારનો અનુષ્ઠાનના નિરૂપણરૂપ અર્થ છેદશુદ્ધ છે.
(૨) વળી, આવા કષ અને છેદથી શુદ્ધ એવા શાસ્ત્રવચનના બળથી ઉચિત અનુષ્ઠાનોનો થયેલો બોધ જો યથાર્થ હોય તો તે શ્રુતજ્ઞાનરૂપ ધર્મ પણ છેદશુદ્ધ છે. (૩) અને તે યથાર્થ બોધને અનુરૂપ સર્વ ઉચિત આચરણાઓ કરવા દ્વારા વિધિ-પ્રતિષેધનું નિરતિચાર પાલન થતું હોય, તો તે આચરણારૂપ ધર્મ પણ છેદશુદ્ધ છે.
તાપશુદ્ધ ધર્મ – જે શાસ્ત્રમાં જીવ-અજીવ પદાર્થોના સ્વરૂપનું પ્રરૂપણ, બંધ-મોક્ષાદિની સંગતિ કરનારું હોય તેવું શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય; પરંતુ જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધ યથાર્થ બતાવ્યા હોય, અને તેને અનુરૂપ જ સર્વ અનુષ્ઠાનોની આચરણા થતી હોય, છતાં આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે પ્રરૂપવામાં આવતો હોય, તેવા શાસ્ત્રમાં પદાર્થોનું વર્ણન બંધ-મોક્ષાદિને સુસંબદ્ધ નહીં હોવાથી, તે શાસ્ત્ર તાપ પરીક્ષાથી શુદ્ધ નથી.
આશય એ છે કે જો આત્મા એકાંતે નિત્ય હોય તો વિધિ-નિષેધને અનુરૂપ પ્રવૃત્તિથી કે તે વિધિ-નિષેધને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાનોથી આત્મામાં કોઈ પરિવર્તન થાય નહીં. તેથી આત્મા સંસારી હોય તો સદા સંસારી રહે અને મુક્ત હોય તો સદા મુક્ત રહે, અને તેમ સ્વીકારીએ તો મોક્ષપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં બતાવેલ વિધિપ્રતિષેધનું કથન અસંબદ્ધ સિદ્ધ થાય. આથી જે શાસ્ત્રમાં કોઈપણ સ્થાનમાં એકાંતવાદનું આશ્રયણ હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ ન કહેવાય, પરંતુ જે શાસ્ત્રમાં અનેકાંતવાદ સર્વત્ર ઉચિત રીતે જોડાયેલો હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય, અને તેવા તાપશુદ્ધ શાસ્ત્ર દ્વારા શ્રુતજ્ઞાન પણ જો સમ્યફ પ્રાપ્ત કરેલું હોય તો તે ધૃતરૂપ ધર્મ તાપશુદ્ધ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org