________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૬-૧૦૨૦
૧૨૧
દ્વારા મોક્ષફળને સાધી આપનાર છે. તેથી આવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અર્થે મોક્ષાર્થી જીવે શાસ્ત્રોની કષ, છેદ, તાપપરીક્ષા કરીને, કષ, છેદ, તાપથી શુદ્ધ એવાં શાસ્ત્રો દ્વારા શુદ્ધ ધર્મનો બોધ કરવા યત્ન કરવો જોઈએ.
વળી, શાસ્ત્ર કષ, છેદ, તાપથી શુદ્ધ હોય, છતાં તે શાસ્ત્ર દ્વારા યથાર્થ બોધ ન થાય તો તેનાથી પ્રગટતો શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કષ, છેદ, તાપશુદ્ધ બને નહીં. તેથી કલ્યાણનો અર્થી પણ જીવ જો શાસ્ત્રની કષાદિ પરીક્ષા ન કરે, અથવા તો કષાદિથી પરીક્ષિત પણ શાસ્ત્રથી પોતાને થયેલા બોધની કે બોધથી થતી આચરણાની કષ, છેદ, તાપપરીક્ષા ન કરે, તો ધર્મનું સમ્યગૂ સેવન તો થાય નહીં, પરંતુ માત્ર “હું ધર્મ આચરું છું', તેવો ભ્રમ થાય.
વળી, ધર્મમાં ઠગાયેલો જીવ પોતાની કલ્યાણની પરંપરામાં નક્કી ઠગાય છે; કેમ કે વિપરીત સેવાયેલા ધર્મથી કલ્યાણ થતું નથી. અને આ વાતને દઢ કરવા ગ્રંથકાર કહે છે કે “આ આમ જ છે' અર્થાત્ ધર્મમાં ઠગાયેલો જીવ નિયમા સર્વ કલ્યાણોમાં ઠગાય છે, એ વાત એમ જ છે, એમાં સંદેહ નથી. તેથી મોક્ષાર્થી જીવે કષાદિ પરીક્ષા કરીને શાસ્ત્રને સ્વીકારવું જોઈએ, અને પછી શાસ્ત્રથી થતા પોતાના બોધની અને પોતાની આચરણાની પરીક્ષા કરવી જોઈએ. /૧૦૨૬ll
અવતરણિકા :
ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષ, છેદ, તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૧૦૨પથી તેનું નિગમન કરવાનો પ્રારંભ કર્યો જે પ્રસ્તુત ગાથામાં પૂર્ણ થાય છે. હવે સર્વ કથનનો ફલિતાર્થ દર્શાવે છે –
ગાથા :
एत्थ य अवंचिए ण हि वंचिज्जइ तेसु जेण तेणेसो ।
सम्मं परिक्खिअव्वो बुहेहिं मइनिउणदिट्ठीए ॥१०२७॥ અન્વયાર્થ:
નેT -અને જે કારણથી પ્રસ્થ અહીં=ધર્મમાં, અવંવિU અવંચિત તે દિખરેખર તેઓમાં સકલ કલ્યાણોમાં, વંચિMડું વંચાતો નથી=ઠગાતો નથી, તેT=તે કારણથી બુદિંબુધો વડે પો=આ=ધર્મ, મનિ વિઠ્ઠી =મતિનિપુણ દૃષ્ટિથી સર્પ પરિવિશ્વમળ્યો સમ્યગું પરીક્ષા કરવા યોગ્ય છે. ગાથાર્થ :
અને જે કારણથી ધર્મમાં નહીં છેતરાયેલો લોક ખરેખર સર્વ કલ્યાણોમાં છેતરાતો નથી, તે કારણથી બુધો વડે ધર્મ મતિનિપુણ દૃષ્ટિથી સમ્યગ્ર પરીક્ષા કરવા યોગ્ય છે. ટીકા : ____ अत्र चाऽवञ्चितः सन् न हि वञ्च्यते तेषु कल्याणेषु येन हेतुना, तेनैष सम्यग् परीक्षितव्यः श्रुतादिधर्मः बुधैर्मतिनिपुणदृष्ट्या सूक्ष्मबुद्ध्येति गाथार्थः ॥१०२७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org