________________
૧૨૪
અનુયોગગણાનુજ્ઞાવક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૨૯
ગાથાર્થ:
અને સભ્યત્વ મોક્ષનું બીજ છે. વળી સખ્યત્વ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે, પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, વળી આત્માના શુભ પરિણામરૂપ છે. ટીકા : ___ सम्यक्त्वं च मोक्षबीजं वर्त्तते, तत्पुनः स्वरूपेण भूतार्थश्रद्धानरूपं, तथा प्रशमादिलिङ्गगम्यमेतत्, शुभात्मपरिणामरूपं जीवधर्म इति गाथार्थः ॥१०२९॥ ટીકાર્ય :
અને સમ્યક્ત મોક્ષનું બીજ વર્તે છે, વળી તે=સમ્યક્ત, સ્વરૂપથી ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે=સદ્ભુત અર્થની શ્રદ્ધા કરવારૂપ છે, અને આ=સમ્યક્ત, પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, શુભાત્મપરિણામરૂપ જીવનો ધર્મ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને શુભ અનુબંધવાળાં જે સુખો મળે છે તે કલ્યાણ છે. તેથી એ લિત થાય કે સમ્યક્ત વગર સેવાયેલા ધર્મથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. માટે કલ્યાણના અર્થી જીવે સમ્યક્તને જાણવું જોઈએ અને પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલા સમ્યક્તના બળથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. હવે તે સમ્યક્ત શું ચીજ છે? તે બતાવે છે –
સમ્યક્ત એ મોક્ષનું બીજ છે. આશય એ છે કે જીવમાં પ્રગટેલી પદાર્થને યથાર્થ જોવાની નિર્મળ દૃષ્ટિ ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે, તેથી પદાર્થને યથાર્થ જોનારી દૃષ્ટિરૂપ સમ્યક્ત મોક્ષનું બીજ છે.
વળી, તે સમ્યક્ત સ્વરૂપથી ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ છે. તાત્પર્ય એ છે કે જગતમાં સર્વ પદાર્થો જે રીતે રહેલા છે, અને તે સર્વ પદાર્થોની પરસ્પર જે રીતે કાર્ય-કારણભાવની વ્યવસ્થા છે, તે જ રીતે સર્વજ્ઞ ભગવાન કેવલજ્ઞાનમાં જુએ છે. તેથી “જગતના સર્વ પદાર્થો સર્વજ્ઞ જે રીતે જુએ છે તે રીતે જ રહેલા છે” એવા પ્રકારની જે જીવમાં નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે, તે જીવને સર્વજ્ઞવચનમાં નિર્મળ શ્રદ્ધા પેદા થાય છે. તેથી તેને જિનવચનાનુસાર સમ્યગૂ બોધ અને સમ્યફ પ્રવૃત્તિ સર્વ કલ્યાણોનું કારણ દેખાય છે, જેના કારણે તે જીવનો સ્વશક્તિ પ્રમાણે જિનવચનને જાણવા અને જીવનમાં ઉતારવાને અભિમુખ પરિણામ થાય છે. આ પરિણામથી અભિવ્યંગ્ય એવું ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત છે.
વળી, તે સમ્યક્તનાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લિંગ છે અર્થાત્ સમ્યક્તને કારણે જીવમાં આ પ્રશમાદિ પાંચ ભાવો પ્રગટે છે, જેનાથી પ્રગટેલ સમ્યક્ત ઓળખી શકાય છે.
વળી, આ સમ્યક્ત કર્મના ઉદયકૃત આત્માનો પરિણામ નથી, પરંતુ કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી પ્રગટ થતો શુભ એવો આત્માનો પરિણામ છે, જે પરિણામ જીવનો ધર્મ છે. ૧૦૨લા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org