________________
( ૧૧૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ ટીકા :
जीवादिभाववाद:=पदार्थवादः बन्धादिप्रसाधक:=बन्धमोक्षादिगुणः (?बन्धमोक्षादिप्रगुणः) इह ताप उच्यते, एभिः कषादिभिः सुपरिशुद्धः सन् धर्मः श्रुतानुष्ठानरूपः धर्मत्वमुपैति-सम्यग्भवतीति ગથાર્થ: ૨૦૧૪
નોંધ :
વન્યપક્ષઃિ ને સ્થાને વિશ્વમોક્ષાલિv[; હોવું જોઈએ.
* “ગીવાભાવવા''માં ‘મર' પદથી અજીવભાવવાદ અને જીવાજીવભાવવાદનો સંગ્રહ છે.
ટીકાર્ય :
અહીં=ધર્મની પરીક્ષામાં, બંધાદિનો પ્રસાધક=બંધ-મોક્ષાદિનો પ્રગુણ સાધનારો, જીવાદિ ભાવનો વાદ પદાર્થનો વાદ, તાપ કહેવાય છે; આ કષાદિ વડે સુપરિશુદ્ધ છતો શ્રુત-અનુષ્ઠાનરૂપ ધર્મ, ધર્મત્વને પામે છે=સમ્યગુ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
કોઈપણ શાસ્ત્રમાં બતાવાયેલ પદાર્થોનું વર્ણન કષ, છેદ, તાપપરીક્ષાથી પરિશુદ્ધ હોય તો તે શાસ્ત્ર આગમમાંથી નિવ્ઢ છે એમ નક્કી થાય. વળી તે શાસ્ત્રઅધ્યયનથી થયેલો બોધ શ્રુતજ્ઞાનરૂપ છે, અને તે બોધને અનુરૂપ આચરણા ચારિત્રરૂપ છે. આ શ્રુતરૂપ ધર્મ અને શ્રુતાનુસારી આચરણારૂપ ધર્મ, કષ, છેદ, તાપથી પરિશુદ્ધ હોય તો તે ધર્મ શુદ્ધ છે, એમ નિર્ણય થાય.
આનાથી એ ફલિત થયું કે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા પદાર્થો કષ, છેદ, તાપપરીક્ષાથી શુદ્ધ હોય તો તે શાસ્ત્ર ઉત્તમ શ્રુતરૂપ છે; અને તે ઉત્તમ શ્રુતમાં વર્ણન કરાયેલ પદાર્થોથી થયેલો બોધ કષ, છેદ, તાપ પરીક્ષાથી શુદ્ધ હોય, તો તે શ્રુતજ્ઞાન સમ્યમ્ શ્રુતધર્મરૂપ છે; તેમ જ તે સમ્યગ્બોધથી કરાતી ક્રિયાઓ કષ, છેદ, તાપપરીક્ષાથી શુદ્ધ હોય તો તે આચરણા સમ્યગ ચારિત્રધર્મરૂપ છે.
કષશુદ્ધ ધર્મ – (૧) જે શાસ્ત્રમાં પ્રાણીવધાદિ પાપસ્થાનકોનો નિષેધ કરવામાં આવ્યો હોય, અને મોક્ષને અનુકૂળ એવાં ધ્યાન, અધ્યયનાદિની વિધિ બતાવવામાં આવી હોય, તે શાસ્ત્ર કષશુદ્ધ છે. (૨) વળી તે શાસ્ત્રના અધ્યયનથી થયેલું શ્રુતજ્ઞાન જો યથાર્થ બોધરૂપ હોય તો તે શ્રુતજ્ઞાનરૂપ ધર્મ પણ કષશુદ્ધ છે. (૩) તે શ્રુતજ્ઞાનને અનુરૂપ વિધિ-નિષેધમાં યત્ન વર્તતો હોય તો તે આચરણારૂપ ધર્મ પણ કષશુદ્ધ છે. આવી આચરણાથી પાપસ્થાનકોની નિવૃત્તિ થવાથી સંસારને અનુકૂળ એવી પ્રવૃત્તિ અટકે છે, તેથી કર્મનો બંધ અટકે છે, તેમ જ ધ્યાનાદિની પ્રવૃત્તિથી મોક્ષને અનુકૂળ એવા સંવેગાદિ ભાવો પ્રગટે છે, જેનાથી મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે છે. આથી આવી આચરણા પણ કષશુદ્ધ ધર્મરૂપ છે.
છેદશદ્ધ ધર્મ – (૧) હિંસાદિનો નિષેધ કરનાર અને ધ્યાનાદિની વિધિ બતાવનાર શાસ્ત્રમાં પણ વિધિનિષેધને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાનો બતાવવામાં આવ્યાં હોય, અને તે અનુષ્ઠાનોથી વિધિ-નિષેધનું નિરતિચાર પાલન થઈ શકતું હોય તો તે શાસ્ત્ર છેદશુદ્ધ છે; પરંતુ તે શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય અનુષ્ઠાનો વિધિ-નિષેધને પોષક ન બતાવ્યાં હોય તો તેનું શાસ્ત્ર કષશુદ્ધ હોય તોપણ છેદશુદ્ધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org