________________
૧૦૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ગાથા ૧૦૧૫ લબ્ધિવાળા તે અનુભાષક સાધુ જ્યેષ્ઠ છે, તેથી તે જિનવચનના ભાષક સાધુને પર્યાયથી જ્યેષ્ઠ સાધુઓ પણ વંદન કરે તેમાં અનુભાષક સાધુને આશાતના થતી નથી. એનું જ ભાવન કરે છે –
ગાથા :
ण वयो एत्थ पमाणं ण य परिआओ वि निच्छयणएणं ।
ववहारओ उ जुज्जइ उभयणयमयं पुण पमाणं ॥१०१५॥ અન્વયાર્થ :
પત્થ અહીં વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રક્રમમાં, નિચ્છથUTUાં નિશ્ચયનયથી વયો પHU TEવય પ્રમાણ નથી, મિત્રો વિ ય =અને પર્યાય પણ નહીં=સંયમપર્યાય પણ પ્રમાણ નથી, વહારો ૩ વળી વ્યવહારથી ગુબ્બરૂં યોજાય છે=વય અને પર્યાય પ્રમાણ ઘટે છે. ૩મયમ TUT THIuiવળી ઉભય નયનો મત પ્રમાણ છે.
ગાથાર્થ :
વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રક્રમમાં નિશ્ચયનયથી વય પ્રમાણ નથી અને પર્યાય પણ પ્રમાણ નથી. વળી વ્યવહારનયથી વચ અને પર્યાય પ્રમાણ ઘટે છે. વળી નિશ્ચય અને વ્યવહાર એમ ઉભય નયનો મત પ્રમાણ છે. ટીકાઃ
न वयोऽत्र प्रक्रमे सामान्यगुणचिन्तायां वा प्रमाणं न च पर्यायोऽपि प्रव्रज्यालक्षणः निश्चयनयेन, व्यवहारतस्तु युज्यते वयः पर्यायश्च, उभयनयमतं पुनः प्रमाणं सर्वत्रैवेति गाथार्थः ॥१०१५॥ * “
પ ''માં ‘પિ'થી એ જણાવવું છે કે નિશ્ચયનયથી સંયમપરિણતિ પ્રમાણ છે, પરંતુ સંયમપર્યાય પણ પ્રમાણ નથી.
ટીકાર્ય :
આ પ્રક્રમમાં=વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રસંગમાં, અથવા સામાન્ય ગુણની ચિંતામાં=સાધુઓને પરસ્પર વંદન કરવા માટે કોનામાં રત્નત્રયી અધિક છે ? એ રૂપ સામાન્ય ગુણની વિચારણામાં, નિશ્ચયનયથી વય પ્રમાણ નથી અને પ્રવજ્યાસ્વરૂપ પર્યાય પણ નહીં=પ્રમાણ નથી, વળી વ્યવહારનયથી વય અને પર્યાય યોજાય છે–પ્રમાણ ઘટે છે.
અહીં પ્રશ્ન થાય કે કયા સાધુમાં સંયમના કેવા પરિણામો વર્તે છે? તેનો નિર્ણય કરવા માટે નિશ્ચયનયથી વય અને પર્યાય પ્રમાણ નથી, પરંતુ વ્યવહારનયથી બંને પ્રમાણ છે એમ માનીએ તો, કયા નયને પ્રમાણ કરીને વંદનની પ્રવૃત્તિ થઈ શકે ? તેથી કહે છે –
વળી ઉભય નયનો મત=નિશ્ચય અને વ્યવહાર એ બંને નયનો મત, સર્વત્ર જ=સર્વ પ્રવૃત્તિઓમાં જ, પ્રમાણ છે=પ્રવૃત્તિનો વિષય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org