________________
૧૦૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૬
ટીકાઃ
निश्चयतो दुर्विज्ञेयमेतत् को भावे कस्मिन् शुभाशुभतरादौ वर्त्तते श्रमणः, ततश्चाऽकर्त्तव्यमेवैतत् प्राप्नोति, व्यवहारतस्तु क्रियत एवैतद् यः पूर्वम्-आदौ स्थितश्चारित्रे-आदौ प्रव्रजित इति गाथार्थः ॥१०१६॥ ટીકાર્ય :
નિશ્ચયનયથી કયા શ્રમણ શુભ-અશુભતરાદિ કયા ભાવમાં વર્તે છે એ દુર્વિજ્ઞેય છે=જાણી શકાય એવું નથી, અને તે કારણથી આ=નિશ્ચયનયને આશ્રયીને વંદન, અકર્તવ્ય જ પ્રાપ્ત થાય છે. વળી વ્યવહારનયથી જે સાધુ પૂર્વે આદિમાં, ચારિત્રમાં રહેલા છે=આદિમાં પ્રવ્રજિત છે, તેમને આ=વંદન, કરાય જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે વંદનની પ્રવૃત્તિમાં ઉભય નયનો મત પ્રમાણ છે. હવે તે વંદનની પ્રવૃત્તિ કોઈક સ્થાનમાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયની પ્રધાનતા કરીને પ્રવર્તે છે, તે વ્યવહારપ્રધાન સ્થાનને પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
વસ્તુતઃ વંદનની ક્રિયામાં જીવનો સંયમનો અધિક પરિણામ ઉપયોગી છે. તેથી અધિક સંયમના પરિણામવાળા સાધુ અલ્પ સંયમના પરિણામવાળા સાધુ માટે વંદનીય છે; કેમ કે અધિક સંયમના પરિણામવાળા સાધુના આદરથી અલ્પ સંયમના પરિણામવાળા સાધુ સંયમની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે; અને પરમાર્થથી વિચારીએ તો સંયમનો પરિણામ ભાવરૂપ હોવાથી કયા સાધુમાં અધિક છે અને કયા સાધુમાં અલ્પ છે, તેનો નિર્ણય છબી સાધુ કરી શકતા નથી. તેથી પૂર્વે સંયમ ગ્રહણ કરીને સંયમના આચારોમાં અપ્રમાદભાવથી યત્ન કરનારા સાધુમાં પશ્ચાત્ સંયમ ગ્રહણ કરનારા સાધુ કરતાં અધિક સંયમનો પરિણામ છે એવી સંભાવના રાખીને, વ્યવહારનય સંયમમાં ઉદ્યમવાળા તે પૂર્વસંયમી સાધુને વંદન કરવાનું કહે છે. અહીં નિશ્ચયની ગૌણતા અને વ્યવહારની પ્રધાનતા છે.
તેથી એ ફલિત થાય કે વંદનની ક્રિયામાં નિશ્ચયનયને માન્ય એવો અધિક સંયમનો પરિણામ આવશ્યક હોવા છતાં, આ સાધુમાં અધિક સંયમનો પરિણામ છે કે નહીં? તે નક્કી કરવા વ્યવહારનય આલંબનરૂપ બને છે; પરંતુ તે વ્યવહારનય નિશ્ચયનિરપેક્ષ હોય તો આલંબનરૂપ બનતો નથી. તેથી નિશ્ચયસાપેક્ષ એવો શુદ્ધ વ્યવહારનય કહે છે કે જે સાધુએ પૂર્વે સંયમ ગ્રહણ કર્યું છે અને આલય-વિહારાદિ સંયમના આચારોમાં ઉત્યિત છે, તે સાધુએ દીર્ઘ કાળ સંયમના આચારો શુદ્ધ પાળ્યા હોવાથી, જેમણે અલ્પકાળ સંયમના આચારો પાળેલા છે તેવા સાધુઓ માટે તે સાધુ વંદ્ય છે; કેમ કે સંયમ ગ્રહણ કરીને સાધુ જેમ જેમ સંયમના આચારો સેવતા જાય છે, તેમ તેમ તેઓ સંયમના ઉપર-ઉપરના કંડકોમાં જાય છે. તેથી દીર્ઘ સંયમપર્યાયના બળથી પહેલાં પ્રવ્રજિત સાધુમાં અધિક સંયમના પરિણામની સંભાવના રાખીને તેને લઘુ પર્યાયવાળા સાધુઓ વંદન કરે છે, અને આ વંદનની પ્રવૃત્તિ નિશ્ચયસાપેક્ષ વ્યવહારનયથી હોવાને કારણે ઉભય નયના આશ્રયણરૂપ છે. આથી જ પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે સર્વત્ર જ બંને નયનો મત પ્રમાણ છે, પરંતુ કેવલ વ્યવહારનય કે કેવલ નિશ્ચયનય પ્રમાણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org