________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૧૫-૧૦૧૬
વળી જે સ્થાનમાં નિશ્ચયનય મુખ્ય છે અને વ્યવહારનય ગૌણ છે, તે સ્થાનમાં વ્યવહારનયની ગૌણતાપૂર્વક નિશ્ચયનયની મુખ્યતા કરવાથી ઉભયનયનું આશ્રયણ થાય. દા.ત. અનુભાષક સાધુને વંદન કરતી વખતે તેઓ સંયમપર્યાયથી લઘુ હોવા છતાં જ્ઞાનગુણથી અધિક હોવાને કારણે દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વ્યાખ્યાનના અવસરે તે અનુભાષક સાધુને વંદન કરે છે ત્યારે, તે અનુભાષક સાધુના સંયમપર્યાયને ગૌણ કરીને તેમનામાં રહેલા જ્ઞાનગુણને મુખ્ય ક૨વામાં આવે છે; છતાં તે અનુભાષક સાધુવેશમાં રહેલા છે માટે તેમને દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે, પરંતુ જો તે અનુભાષક ગૃહસ્થવેશમાં હોય અને તેમની પાસેથી સૂત્રાર્થ ગ્રહણ કરવાના હોય તો તેમને સાધુઓ વંદન કરે નહીં. તેથી લઘુ સંયમપર્યાયવાળા પણ અનુભાષક સાધુને વ્યાખ્યાનના અવસરે વંદન કરવાના સ્થાનમાં વ્યવહારનયને ગૌણ કરીને અને નિશ્ચયનયને પ્રધાન કરીને વંદનવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ સ્વયં ગ્રંથકાર
ગાથા ૧૦૧૮માં કરશે. ૧૦૧૫૫
અવતરણિકા :
યત: -
અવતરણિકાર્ય :
પૂર્વગાથાના પ્રથમ ત્રણ પાદમાં કહ્યું કે વંદન કરવા અર્થે નિશ્ચયનયથી વય અને પર્યાય પ્રમાણ નથી અને વ્યવહારનયથી વય અને પર્યાય પ્રમાણ છે. વળી ત્યાં પ્રશ્ન થયો કે આ રીતે બંને નયનાં વચનો પરસ્પર વિરુદ્ધ છે તો કયા નયને આશ્રયીને વંદનવિષયક પ્રવૃત્તિ કરવી ? તેથી પૂર્વગાથાના ચોથા પાદમાં કહ્યું કે વંદનપ્રવૃત્તિમાં ઉભયનયનો મત પ્રમાણ છે. હવે સામાન્યથી પરસ્પર વંદનની પ્રવૃત્તિના સ્થાનમાં ઉભયનયનો મત પ્રમાણ કેમ છે ? તેમાં ‘યતઃ'થી યુક્તિ આપે છે –
* જે કારણથી પ્રસ્તુત ગાથામાં કહેવાશે એમ છે, તે કારણથી ઉભય નયનો મત પ્રમાણ છે, એમ પ્રસ્તુત ગાથાની અવતરણિકાનું પૂર્વગાથાના ચોથા પાદ સાથે યોજન છે.
ગાથા :
અન્વયાર્થ:
૧૦૫
निच्छयओ दुन्नेअं को भावे कम्मि वट्टई समणो ? | ववहारओ उकीरड़ जो पुव्वठिओ चरित्तम्मि ॥ १०१६ ॥
નિલ્ક્યો-નિશ્ચયનયથી જો સમળો-કયા શ્રમણ ઋમ્મિ ભાવે કયા ભાવમાં વરૂં ?=વર્તે છે ? (એ) જુન્નેઅં-દુર્રેય છે. વવહારો ૩ વળી વ્યવહારનયથી નો-જે (શ્રમણ) ચરિત્તમ્નિ=ચારિત્રમાં પુર્વાોિ-પૂર્વસ્થિત છે, (તેને વંદન) જીજ્ઞ=કરાય છે.
ગાથાર્થ
Jain Education International
નિશ્ચયનયથી કયા સાધુ કયા ભાવમાં વર્તે છે ? એ દુર્રોય છે. વળી વ્યવહારનયથી જે સાધુ ચારિત્રમાં પૂર્વસ્થિત છે=પૂર્વે રહેલા છે, તે સાધુને વંદન કરાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org