________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૧૮
૧૦૯
અન્વયાર્થ :
સ્થ વળી અહીં=વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદનના અધિકારમાં, નિપાવયો જિનવચન હોવાથી માતંતગિરિરસ ૩ ભાષમાણ જયેષ્ઠને જ શિવમ કૃતિકર્મ વાયવ્યંગકર્તવ્ય હોડું થાય છે; સુરાસાયવજુવોસા =કેમ કે સૂત્રાશાતનામાં દોષનું બહુત છે. ગાચાર્ય :
વળી વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદન કરવાના અધિકારમાં જિનવચન હોવાથી અનુભાષક જ્યેષ્ઠ સાધુને જ વંદન કર્તવ્ય થાય છે, કેમ કે સૂત્રાશાતનામાં દોષનું બહત્વ છે. ટીકાઃ ____ अत्र तु जिनवचनाद='भासन्तो होति' इत्यादेः सूत्रात्, सूत्राशातनायां दोषबहुलत्वात् कारणाद्, भाषमाणज्येष्ठस्यैव कर्त्तव्यं भवति कृतिकर्म-वन्दनं, नेतरस्येति गाथार्थः ॥१०१८॥ ટીકાર્ય :
વળી અહીં=વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદન કરવાના વિષયમાં, જિનવચન હોવાથી=માસંતો રોતિ ઈત્યાદિ સૂત્ર હોવાથી ગાથા ૧૦૦૨માં ‘ભાષમાણ સાધુ જ્યેષ્ઠ થાય છે' ઇત્યાદિ સૂત્ર હોવાથી, ભાષમાણ
જ્યેષ્ઠને જ કતિકર્મ=વંદન, કર્તવ્ય થાય છે, ઇતરને નહીં=વ્યાખ્યાનશ્રવણકાળમાં સંયમપર્યાયથી જ્યેષ્ઠ સાધુને વિંદન કર્તવ્ય થતું નથી; કેમ કે સૂત્રની આશાતનામાં દોષના બહુલત્વરૂપ કારણ છે અર્થાત્ વ્યાખ્યાનશ્રવણ કરતી વખતે અનુભાષક જ્યેષ્ઠ સાધુથી ઇતર સાધુને વંદન કરવામાં સૂત્રની આશાતના થવાથી ઘણા દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૧૩-૧૦૧૪માં સ્થાપન કર્યું કે વ્યાખ્યાનની લબ્ધિથી જયેષ્ઠ હોવાને કારણે પર્યાયથી લઘુ પણ અનુભાષક સાધુને વંદન સ્વીકારવામાં આશાતના પણ થતી નથી, અને એ વાતનું જ ગાથા ૧૦૧પમાં ભાવન કરતાં પ્રથમ કહ્યું કે નિશ્ચયનય વય અને પર્યાયને સ્થાન આપતો નથી પરંતુ સંયમના પરિણામને સ્થાન આપે છે, અને વ્યવહારનય વય-પર્યાયને સ્થાન આપે છે, છતાં પ્રવૃત્તિ તો સર્વ ઠેકાણે ઉભય નયથી જ કરવાની કહેલ છે; કેમ કે વંદન કરતી વખતે સંયમનો પરિણામ ભાવરૂપ હોવાથી કયા સાધુમાં અધિક છે તે જાણવું છદ્મસ્થ સાધુને અશક્ય હોવાથી અધિક સંયમના પરિણામને જાણવાના ઉપાયરૂપે વ્યવહારનય ઈષ્ટ છે. આથી ગાથા ૨૦૧૬માં સ્પષ્ટ કર્યું કે નિશ્ચયનયને ગૌણ કરીને અને વ્યવહારનયને પ્રધાન કરીને અધિક પર્યાયવાળા સાધુમાં સંયમના અધિક પરિણામની સંભાવના રાખીને, પર્યાયથી જયેષ્ઠ સાધુને ઉભય નયથી વંદન કરાય છે.
હવે વ્યાખ્યાનશ્રવણના અવસરે પર્યાયથી લઘુ એવા અનુભાષક સાધુને જયેષ્ઠ સ્વીકારવામાં ઉભય નયનો સ્વીકાર કઈ રીતે ઉપયોગી થાય ? તે જણાવવા અર્થે કહે છે –
વ્યાખ્યાનના પ્રસ્તાવના વંદન અધિકારની ગાથા ૧૦૦રના સૂત્ર પ્રમાણે, અધિક સંયમપર્યાયથી સાધુ જયેષ્ઠ થતા નથી, પરંતુ ગુરુના વ્યાખ્યાનને સ્પષ્ટ કરવાની લબ્ધિથી સાધુ જ્યેષ્ઠ થાય છે, અને આ કથન વ્યવહારનયને ગૌણ કરે છે અને નિશ્ચયનયને મુખ્ય કરે છે. તેથી એ ફલિત થાય કે વ્યાખ્યાન સાંભળતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org