________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૯-૫૦
ભાવાર્થ :
જિનશાસનના સિદ્ધાંતો સર્વજ્ઞ એવા ભગવાન વડે પ્રરૂપાયેલા હોવાથી લેશ પણ ક્ષતિવાળા નથી, અને અતિશયથી પ્રધાન છે અર્થાત વિશિષ્ટ અતિશયોવાળા છે. વળી ભાવાર્થસાર છે અર્થાત્ તાત્પર્ય વિચારવામાં આવે તો અત્યંત સારભૂત છે.
આવા ઉત્તમ સિદ્ધાંતોને, શાસ્ત્રના તત્ત્વને નહીં જાણનારા અગીતાર્થ આચાર્ય અપરિણત દેશના આપવા દ્વારા અન્યદર્શનીઓના સિદ્ધાંતો કરતાં પણ હીન દેખાડે છે.
આશય એ છે કે સર્વજ્ઞનું વચન અત્યંત પરમાર્થને સ્પર્શનારું હોવાથી કોઈપણ વિચારક પુરુષ જિજ્ઞાસાથી તત્ત્વ સાંભળે તો તેને અવશ્ય સિદ્ધાંત પ્રત્યે આદરભાવ થાય, તેમ છતાં તત્ત્વને નહીં જાણનારા આચાર્ય પાસેથી અપરિણત દેશના સાંભળીને તે જિજ્ઞાસુ અને બુદ્ધિમાન પુરુષને પણ જૈનદર્શનના સિદ્ધાંત કરતાં અન્ય દર્શનના સિદ્ધાંતો શ્રેષ્ઠ લાગે; કેમ કે જેને આચાર્યપદવી આપવા દ્વારા અનુયોગની અનુજ્ઞા આપી છે, તેવા આચાર્ય શ્રવણમાત્રથી બહુશ્રુત છે, તેથી શ્રેષ્ઠ પણ સિદ્ધાંતના પદાર્થોનો અસંબદ્ધ પ્રલાપ કરે છે.
અહીં કહ્યું કે “તુચ્છ કથના વડે=અપરિણત દેશના વડે, અવિનિશ્ચિત એવા આચાર્ય સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતને હીન દેખાડે છે.” તેનાથી એ કહેવું છે કે સમયમાં અવિનિશ્ચિત એવા આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણતા હોવાથી કયા શ્રોતાને કેવું તત્ત્વ બતાવીએ તો તેનું હિત થશે? તેનો સભ્ય નિર્ણય કરી શકતા નથી. આથી તે આચાર્ય શાસ્ત્રીય પદાર્થોને શ્રોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત રીતે સમજાવી શકતા નથી. માટે તેમની દેશના ભગવાને પ્રરૂપેલ આગમવચનના યથાર્થ પરિણામથી પરિણત ન હોવાથી તેવી અપરિણત દેશના વડે તે અજ્ઞ આચાર્ય જિનશાસનના લાઘવનું જ આપાદન કરે છે. ૯૪તા.
અવતરણિકા :
તથા –
અવતરણિતાર્થ :
ગાથા ૯૪૮માં કહેલ કે સમયમાં અવિનિશ્ચિત આચાર્ય સિદ્ધાંતના વિનાશક છે, તેનું પૂર્વગાથામાં ભાવન કર્યું. હવે તે આચાર્ય સિદ્ધાંતના વિનાશક કઈ રીતે બને છે? તે અન્ય રીતે બતાવવા તથા'થી સમુચ્ચય કરીને કહે છે –
ગાથા :
अविणिच्छिओ ण सम्मं उस्सग्गववायजाणओ होइ ।
अविसयपओगओऽसिं सो सपरविणासओ निअमा ॥९५०॥ અન્વયાર્થ :
વિછિ અવિનિશ્ચિત (આચાર્ય) સમ્મસમ્યગુરૂપાવવાનાનો ઉત્સર્ગ-અપવાદના જ્ઞાયક આ રોડ઼ હોતા નથી. (તેથી) આમાંsઉત્સર્ગ-અપવાદમાં, વિનયપામો અવિષયના પ્રયોગથી સો આ=અન્ન આચાર્ય, નિગમ-નિયમથી સપવિ/સગોસ્વ-પરના વિનાશક થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org