________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૧
ટીકાઃ
अतिपरिणामकापरिणामकयोः पुनः शिष्ययोश्चित्रकर्म्मदोषेण हेतुनाऽहितमेव विज्ञेयं व्याख्यानं, दोषोदये औषधसमानं विपर्ययकारीति गाथार्थः ॥ ९८९ ॥
૫૫
ટીકાર્ય
વળી અતિપરિણામક અને અપરિણામક શિષ્યને ચિત્ર કર્મના દોષરૂપ હેતુથી વ્યાખ્યાન અહિત જ જાણવું, દોષના ઉદયમાં=રોગના ઉદ્રેકમાં, ઔષધની સમાન, વિપર્યયકારી છે–છેદસૂત્રાદિનું વ્યાખ્યાન વિપર્યયને કરનારું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
મધ્યસ્થ, બુદ્ધિયુક્ત, ધર્માર્થી અને આવશ્યકાદિ સૂત્રને આશ્રયીને પ્રાપ્ત પણ શિષ્ય, જો પરિણામક ન હોય અર્થાત્ છેદસૂત્રાદિના અર્થોનું પરિણમન પમાડવાની લાયકાતવાળો ન હોય, છતાં ગુરુ તે શિષ્ય પાસે ગંભીર અર્થોને કહેનારા છેદસૂત્રાદિનું વ્યાખ્યાન કરે, તો વિચિત્ર કર્મનો વિપાક હોવાને કારણે કોઈક શિષ્ય તે શાસ્ત્રોનો અપરિણામક થાય છે અર્થાત્ તે શાસ્ત્રોને સમ્યક્ પરિણમન પમાડી શકતો નથી, અથવા કોઈક શિષ્ય અતિપરિણામક થાય છે અર્થાત્ તે શાસ્ત્રોને વિપરીત પરિણમન પમાડે છે, જેથી ગુરુ દ્વારા કરાયેલું વ્યાખ્યાન તેના અહિતનું કારણ બને છે. તેમાં દૃષ્ટાંત આપે છે
જે રીતે આયુર્વેદશાસ્ત્રમાં રોગના અતિશય ઉદ્રેક વખતે રોગીને લાંઘણ કરાવવાનું કહ્યું છે, છતાં કોઈ અવિચારક વૈદ્ય તે રોગીને ઔષધ આપે, તો તે ઔષધ તે રોગીના રોગનો નાશ કરવા સમર્થ બનતું નથી, પરંતુ રોગની વૃદ્ધિ કરે છે; તે રીતે અતિપરિણામક કે અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવે, તો તે શિષ્ય ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગનો યથાસ્થાને વિનિયોગ કરી શકતો નથી, અર્થાત્ અપરિણામક શિષ્ય છેદસૂત્રાદિના અર્થોના પરમાર્થને ગ્રહણ કરી શકતો નહીં હોવાથી ઉત્સર્ગ-અપવાદને કઈ રીતે સ્થાને જોડવા તેનો નિર્ણય કરી શકતો નથી, પરંતુ તે સૂત્રને પ્રવૃત્તિમાં યોજન કરતાં મુંઝાય છે, જેના કારણે સ્વયં સૂત્રાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરી શકતો નથી અને પોતાના શિષ્યોને પણ સૂત્રોના અર્થો ઉચિત રીતે બતાવી શકતો નથી, જેથી સ્વ-પરનું અહિત થાય છે. અને અતિપરિણામક શિષ્ય છેદસૂત્રાદિમાં કહેવાયેલા ઉત્સર્ગ-અપવાદને અન્ય સ્થાનમાં જોડીને અતિશય પરિણમન પમાડે છે, અર્થાત્ તે શિષ્ય તે ઉત્સર્ગ-અપવાદને તેના ઉચિત સ્થાન કરતાં અન્ય સ્થાનમાં પણ યોજન કરે છે, તેથી ક્યારેક ઉત્સર્ગના અસ્થાને ઉત્સર્ગનું યોજન થાય છે, તો ક્યારેક અપવાદના અસ્થાને અપવાદનું યોજન થાય છે, અને તે રીતે પ્રવૃત્તિ કરીને અને તે રીતે અન્યને ઉપદેશ આપીને સ્વ-પરનું અહિત કરે છે, જેના કારણે તેવા શિષ્યોમાં પૂર્વે શાસ્ત્રોના અધ્યયન દ્વારા જે કાંઈ યોગ્યતા પ્રગટી હોય તે યોગ્યતાના પણ નાશનું કારણ તે છેદસૂત્રાદિના અર્થોનું અધ્યાપન બને છે; કેમ કે અપરિણામક કે અતિપરિણામક શિષ્યમાં છેદસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનથી વિપર્યાસ પેદા થાય છે. આથી છેદસૂત્રાદિના અર્થોના શ્રવણ માટે પરિણામકતા ગુણ અતિ આવશ્યક છે. ૯૮૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org