________________
૦૨
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૧-૯૯૨ વળી, “શ્રુતાભ્યાસ કરવા આવેલ શિષ્ય પોતાનાથી બોધ પામેલ મુમુક્ષુઓને પોતાને અભ્યાસ કરાવનાર ગુરને સોંપવા એ ઉચિત કર્તવ્ય છે, એ પ્રમાણે ભગવાને કેવલજ્ઞાનમાં જોયું છે.” આવો વિચાર કરીને મુમુક્ષુઓને ગુરુને સોંપી દેનાર આગંતુક શિષ્યને શુભ ભાવ થાય છે, અને આવા શુભ ભાવને કારણે તે આગંતુક શિષ્ય ગુરુ પાસે જે નવું નવું શ્રુત ગ્રહણ કરે છે તે સર્વ શ્રુત ચારિત્રની શુદ્ધિના હેતુરૂપે તેને યથાર્થ પરિણમન પામે છે; પરંતુ જો આગંતુક શિષ્ય આ રીતે ભગવાને જોયેલું છે' એવું વિચારીને આભાવ્યને ગુરુને સોંપે નહીં તો તેને શ્રુત યથાર્થ પરિણમન પામતું નથી. આ સર્વ કારણોથી આગંતુકે ગુરુને આભાવ્યનું દાન કરવું જોઈએ અને ગુરુએ પણ તે શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું ગ્રહણ કરવું જોઈએ.
વળી “મને અધિક શિષ્યોની પ્રાપ્તિ થાઓ, કે મારી પર્ષદા વધે” એવા કોઈપણ લોભના પરિણામથી સંદિષ્ટ ગુરુએ આભાવ્યનું ગ્રહણ કરવું ન જોઈએ, ફક્ત શિષ્ય ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ગ્રહણ કરવું જોઈએ અર્થાત્ “હું આભાવ્યનું ગ્રહણ કરીશ તો આ શિષ્ય દ્વારા ગ્રહણ કરાતું શ્રુત તેને યથાર્થ પરિણામ પામશે” એવી શિષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી શિષ્ય દ્વારા સોંપાતા મુમુક્ષુઓને ગુરુ સ્વીકારે છે.
આમ, આભાવ્યનું પાલન કરવાથી શિષ્યને પોતાને નિઃસંગતા ગુણ પ્રાપ્ત થાય, ગુરુની પૂજા કરાયેલી થાય, જીતનું પાલન થાય અને ભગવાન પ્રત્યે બહુમાન થવાને કારણે ગ્રહણ કરાતું શ્રુત પોતાને સમ્યગુ પરિણમન પામે, એવા આશયથી આભાવ્યનું દાન કરતા આગંતુક શિષ્યને, તથા શ્રત સમ્યગુ પરિણમન પામે એવી અનુગ્રહની બુદ્ધિથી આભાવ્યનું ગ્રહણ કરતા સંદિષ્ટ ગુરુને એકાંતે નિર્જરા જ પ્રાપ્ત થાય છે. ૧૯૯૧.
અવતરણિકા :
ગાથા ૯૭૩માં કહ્યું હતું કે પ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત એવા અનુયોગી આચાર્ય, યોગ્ય શિષ્યોને સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે, એ પ્રકારની આશા છે. તેથી વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય શિષ્યોનું સ્વરૂપ ગાથા ૯૭૪થી શરૂ કરીને ગાથા ૯૯૧માં સમાપ્ત કર્યું. હવે અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને પણ વ્યાખ્યાન કઈ રીતે કરે? તે દર્શાવે છે –
ગાથા :
अह वक्खाणेअव्वं जहा जहा तस्स अवगमो होइ ।
आगमिअमागमेणं जुत्तीगम्मं तु जुत्तीए ॥९९२॥ અન્વયાર્થ:
દ-હવે નદીનદા-જેવી જેવી રીતે તે તેને=શ્રોતાને, વાકો રોડ-અવગમ થાય=બોધ થાય, (તેવી તેવી રીતે) માઈક માગને આગમિકને આગમથી કુત્તાને તુ નુકવળી યુક્તિગમ્યને યુક્તિથી વધારે વ્યં વ્યાખ્યાન કરવું જોઈએ. ગાથાર્થ :
હવે જે જે પ્રકારે શ્રોતાને બોધ થાય, તે તે પ્રકારે ગુરએ આગમિક પદાર્થનું આગમથી, અને યુક્તિગમ્ય પદાર્થનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org