________________
૧૦૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૧૯૧૨, ૧૦૧૩-૧૦૧૪ અને તે અનુભાષક સાધુ તે દીર્ઘપર્યાયવાળા સાધુ દ્વારા પોતાને કરાતા વંદનને સ્વીકારે, તો તે અનુભાષક લઘુ સાધુને આશાતનાની પ્રાપ્તિ થાય. આથી વ્યાખ્યાનકાળમાં ગુરુને વંદન કર્યા પછી ગુરુના વ્યાખ્યાનનું ફરી ઉચ્ચારણ કરનારા અનુભાષક સાધુને વંદન કરવું ઉચિત નથી, આ પ્રકારનો પ્રશ્રકારનો આશય છે. /૧૦૧૧/ ૧૦૧૨
અવતરણિકા :
અવતરણિકાર્ય :
અહીં કહે છે, અર્થાત્ ગાથા ૧૦૧૧-૧૦૧૨માં બતાવેલ પૂર્વપક્ષીના પ્રશ્નમાં ગ્રંથકાર ઉત્તર આપે છે –
ગાથા :
जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ ।
वक्खाणलद्धिमं जो सो च्चिअ इह घिप्पई जिट्ठो ॥१०१३॥ અન્વયાર્થ:
ન વિ જોકે વયમ ફર્દિ નટુમો નો વયાદિથી લઘુક એવા જે (સાધુ) સુન્નત્થધારVTVડુમસૂત્રાર્થની ધારણામાં પટુક, વ+જ્ઞાત્નિદ્ધિમં વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તો શ્વિ=તે જ (સાધુ) રૂદ અહીં= અનુભાષકને વંદન કરવાના વિષયમાં, નિકો યેષ્ઠ વિધ્ય ગ્રહણ કરાય છે. ગાથાર્થ :
જોકે વયાદિથી લઘુ એવા જે સાધુ સૂત્રાર્થની ધારણામાં હોંશિયાર, વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તે જ સાધુ અનુભાષકને વંદન કરવાના વિષયમાં જ્યેષ્ઠ ગ્રહણ કરાય છે. ટીકાઃ
यद्यपि वयआदिभिः वयसा पर्यायेण च लघुकः सन् सूत्रार्थधारणापटुः दक्षः व्याख्यानलब्धिमान् यः कश्चित्, स एवेह प्रक्रमे गृह्यते ज्येष्ठः, न तु वयसा पर्यायेण वेति गाथार्थः ॥१०१३॥ ટીકાર્ય :
જોકે વયાદિ વડે વય વડે અને પર્યાય વડે, લઘુક છતા જે કોઈ સાધુ સૂત્રોના અર્થોની ધારણામાં પટુ-દક્ષ, વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તે જ સાધુ આ પ્રક્રમમાં=અનુભાષકને વંદન કરવાના વિષયમાં, જ્યેષ્ઠ ગ્રહણ કરાય છે, પરંતુ વય વડે કે પર્યાય વડે નહીં=સાધુ જ્યેષ્ઠ ગ્રહણ કરાતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
आसायणा वि नेवं पडुच्च जिणवयणभासगं जम्हा । वंदणगं रायणिओ तेण गुणेणं पि सो चेव ॥१०१४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org