________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૨૦૧૨
૯૯
ગાથાર્થ :
હવે ગરનું વ્યાખ્યાન ફરી બોલવાના વિષયમાં વચ-પચંચથી નાના પણ ભાષક સાધુ મોટા ગણાય, તો હે ભગવાન! રાત્તિકના વંદનમાં તે લઘુ એવા ભાષક સાધુને પણ આશાતના થાય. ટીકાઃ ____ अथ वयःपर्यायाभ्यां लघुरपि कश्चिद् भाषक इह ज्येष्ठो गृह्यते, रत्नाधिकवन्दने पुनस्तस्याऽपि लघोः आशातना भदन्त ! भवतीति गाथार्थः ॥१०१२॥ * “તથાપિ'માં “મપિ'થી એ કહેવું છે કે પર્યાયથી નાના અનુભાષક સાધુને વંદન કરવામાં પર્યાયથી રત્નાધિક સાધુને તો અનુચિત પ્રવૃત્તિ થાય છે, પરંતુ તે લધું એવા અનુભાષક સાધુને પણ વંદન સ્વીકારવામાં આશાતના થાય છે.
ટીકાર્ય :
હવે અહીં–ગુરુ દ્વારા કરાયેલ વ્યાખ્યાનનું ફરી ઉચ્ચારણ કરવાના વિષયમાં, કોઈ વય અને પર્યાયથી લઘુ પણ ભાષક સાધુ યેષ્ઠ ગ્રહણ કરાય છે, તો રત્નાધિકના વંદનમાં=સંયમપર્યાયથી મોટા સાધુ સંયમપર્યાયથી નાના એવા તે ભાષક સાધુને વંદન કરે તેમાં, લઘુ એવા તેને પણ=સંયમપર્યાયથી નાના અનુભાષક સાધુને પણ, હે ભગવાન ! આશાતના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
ગાથા ૧૦૧૦માં કહ્યું કે ગુરુના વ્યાખ્યાનની સમાપ્તિમાં સાધુઓ કાયિકાદિ વ્યાપાર કરીને અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરે છે. એ કથનમાં કોઈ પ્રશ્ન કરે છે કે ગુરુનું વ્યાખ્યાન ફરી સ્પષ્ટ કરનાર અનુભાષક સાધુ ક્યારેક સંયમપર્યાયથી બીજા સાધુઓ કરતાં નાના હોય, અને સંયમપર્યાયથી મોટા સાધુ કર્મદોષને કારણે સૂત્રના અર્થો ધારવામાં અસમર્થ હોય, તો તે વખતે વ્યાખ્યાનલબ્ધિથી રહિત એવા તે પર્યાયથી જયેષ્ઠ સાધુને વંદન કરવું એ શાસ્ત્રાર્થ ભણવા માટે ઉપકારક નથી; કેમ કે શાસ્ત્રાધ્યયનની ક્રિયાના અંગભૂત એવી વંદનની ક્રિયા તેમને જ હોય કે જેમની પાસે પોતાને ભણવાનું છે, જેથી તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણો પ્રત્યે પોતાને બહુમાન પેદા થાય, અને અધ્યયનકાળમાં ભણાતા સૂત્રના અર્થો પોતાને શીધ્ર પરિણમે. તેથી વ્યાખ્યાનનું અનુભાષણ કરનારા અનુભાષક સાધુ પર્યાયથી નાના હોય તે વખતે વ્યાખ્યાનની લબ્ધિ વગરના સંયમપર્યાયથી મોટા સાધુને વંદન કરવું અનુપયોગી છે. આ પ્રમાણે કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે વ્યાખ્યાનશ્રવણના અવસરે સાધુઓએ માત્ર વાચનાચાર્યને જ વંદન કરીને વ્યાખ્યાનનું શ્રવણ કરવું જોઈએ.
વળી, પૂર્વપક્ષી પોતાના કથનની પુષ્ટિ માટે કહે છે –
ઉંમર અને સંયમજીવનના પર્યાયથી લઘુ પણ સાધુ ગુરુના વ્યાખ્યાનના અનુભાષક હોય તો તે અનુભાષક જયેષ્ઠ છે એવો અર્થ ગ્રહણ કરીને લઘુ પણ તે સાધુને વંદન કરવાનું કથન સ્વીકારવામાં આવે, તો ભણનારસાધુઓ માટે જ્ઞાનની પ્રાપ્તિ અર્થે તે અનુભાષક સાધુને વંદન કરવું ઉચિત છે એમ સિદ્ધ થાય; પરંતુ વ્યાખ્યાન સાંભળવા માટે બેઠેલ અનુભાષક સાધુ કરતાં પર્યાયથી જયેષ્ઠ પણ સાધુ પર્યાયથી લઘુ એવા તે અનુભાષક સાધુને વંદન કરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org