________________
GL
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૦, ૧૦૧૧-૨૦૧૨ ગાથાર્થ :
વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે કાયિકાદિ ચોગને કરીને ત્યારપછી અનુભાષક જ્યેષ્ઠ સાધુને સર્વ સાધુઓ વંદન કરે છે. અન્ય આચાર્ય ગુરુનું વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં જ અનુભાષક જ્યેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. ટીકાઃ
__ व्याख्यानसमाप्तौ सत्यां, किमित्याह-योगं कृत्वा कायिकादीनाम्, आदिशब्दाद् गुरुविश्रामणादिपरिग्रहः, वन्दन्ते ततो ज्येष्ठं-प्रत्युच्चारकं श्रवणाय, अन्ये पूर्वमेव भणन्ति, यदुत-आदावेव ज्येष्ठ वन्दन्त इति गाथार्थः ॥१०१०॥ * વિશ્રામણા એટલે શ્રમ ઉતારવાની ક્રિયા, અર્થાત વ્યાખ્યાન આપવાને કારણે ગુરુ થાકેલા હોય તો તેમને શરીર દાબી આપવું, વગેરે કરવું તે. * “વિશ્રામ વિ'માં ‘વિ' શબ્દથી અન્ય ઉચિત કૃત્યોનો પરિગ્રહ છે. ટીકાર્ય :
વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે, શું? એથી કહે છે – કાયિકાદિના યોગને કરીને, ત્યારપછી સર્વ સાધુઓ યેષ્ઠને=પ્રતિઉચ્ચારકનેકગુરુનું વ્યાખ્યાન ફરી બોલનાર સાધુને, સાંભળવા માટે વંદન કરે છે.
અન્ય આચાર્ય પૂર્વે જ કહે છે. પૂર્વમેવ નો અર્થ યદુત થી સ્પષ્ટ કરે છે – આદિમાં જ=ગુરુના વ્યાખ્યાનની શરૂઆતમાં જ, સર્વ સાધુઓ જ્યેષ્ઠને વંદન કરે છે, એ પ્રમાણે અન્ય આચાર્ય કહે છે.
થર"માં ‘મર' શબ્દથી ગુરુની વિશ્રામણાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં બતાવી તે વિધિથી સર્વ સાધુઓ આચાર્ય દ્વારા અપાતું વ્યાખ્યાન સાંભળે છે, અને વ્યાખ્યાન પૂરું થાય ત્યારપછી જે સાધુને જે કાયિકાદિ વ્યાપાર કરવાનો હોય તે સાધુ તે સર્વ વ્યાપાર કરી લે, જેથી વ્યાખ્યાનશ્રવણમાં વિઘ્ન ન થાય.
આમ, ગુરુનું વ્યાખ્યાન સમાપ્ત થયા પછી, માગું વગેરે ઉચિત કૃત્યો કરી લીધા પછી સર્વ સાધુઓ આચાર્યના વ્યાખ્યાનનું ફરીથી ઉચ્ચારણ કરનારા અનુભાષક જ્યેષ્ઠ સાધુને વંદન કરે છે. અહીં અન્ય આચાર્યો ગુરુનું વ્યાખ્યાન શરૂ થાય તે પહેલાં જ ગુરુને વંદન કરીને પછી તરત અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. માટે તેઓના મતે ગુરુના વ્યાખ્યાનની સમાપ્તિને અંતે ફરી અનુભાષક જયેષ્ઠાર્યને વંદન કરવાનું રહેતું નથી. II૧૦૧૦ll અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે પ્રત્યુચ્ચારક જ્યેષ્ઠ સાધુને સાંભળવા માટે સર્વ સાધુઓ વંદન કરે છે. ત્યાં કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org