________________
૯૫
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાથા ૧૦૦-૧૦૦૮, ૧૦૦૯
વળી, સાધુઓએ અર્થથી મધુર એવાં સુભાષિત વચનો સાંભળવાની ઇચ્છાપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ. આશય એ છે કે ગુરુ દ્વારા કહેવાતાં શાસ્ત્રવચનો પરલોકમાં હિતકારી છે અને પરમગુરુ એવા ભગવાન દ્વારા પ્રરૂપાયેલાં હોવાથી સુભાષિત છે. આથી સાંભળનાર સાધુઓને એવી આકાંક્ષા હોય કે પરલોકને અનુકૂળ એવાં ભગવાનનાં વચનો ગુરુ મને સંભળાવે; અને આવી ઇચ્છા હોવાને કારણે ગુરુ દ્વારા કહેવાતાં વચનો તેમના જીવનમાં શીધ્ર પરિણામ પામે છે; પરંતુ જો શિષ્યોને તેવો અભિલાષ ન હોય તો, ગુરુ દ્વારા કહેવાતાં અર્થથી મધુર પણ વચનોનો પરમાર્થ શિષ્યો પામી શકતા નથી. આથી અર્થમધુર સુભાષિત વચનોને સાંભળવાની અભિલાષા રાખીને શિષ્યોએ વ્યાખ્યાન સાંભળવું જોઈએ.
વળી, વ્યાખ્યાનમાં પોતાને સુંદર અર્થોની પ્રાપ્તિ થતી હોવાથી મુખ ઉપર વિસ્મય પ્રગટતો હોય અને અપૂર્વ પદાર્થની પ્રાપ્તિ થવાથી રોમાંચ ખડા થતા હોય તે રીતે ઉપયુક્ત થઈને વ્યાખ્યાન સાંભળવું જોઈએ.
વળી, અત્યંત ઉપયુક્ત થઈને અર્થોના તાત્પર્યને ધારણ કરનારા શિષ્યોને વ્યાખ્યાન આપવામાં ગુરુને પણ હર્ષ પેદા થાય છે. તેથી ગુરુને હર્ષ થાય તે રીતે અંતરંગ ઉપયોગપૂર્વક ગુરુ દ્વારા અપાતા વ્યાખ્યાનનું શ્રવણ કરવું જોઈએ, જેના કારણે શાસ્ત્રવચનો શીધ્ર પરિણમે અને મહાનિર્જરાની પ્રાપ્તિ થાય. I૧૦૦૭/ ૧૦૦૮
અવતરણિકા :
अत्र फलमाह -
અવતરણિકાર્ય :
અહીં-પૂર્વની બે ગાથામાં બતાવી એ વિધિથી વ્યાખ્યાન શ્રવણ કરવામાં, પ્રાપ્ત થતા ફળને કહે છે –
ગાથા :
गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणएणं ।
इच्छिअसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥१००९॥ અન્વચાઈ:
ગુરુપોિસU-ગુરુના પરિતોષથી ગત વડે=ગુરુના સંતોષથી પ્રાપ્ત થયેલ શ્રવણ વડે, ગુમરી ગુરુની ભક્તિ વડે, તદેવ તે રીતે જ વિપIui-વિનય વડે (સાધુઓ) ચ્છિક સુત્તસ્થાનું પાપં ઇચ્છિત સૂત્રોના અર્થોના પારને gિí ક્ષિપ્ર=જલદી, સમુવયંતિ પામે છે. ગાથાર્થ :
ગુરુના સંતોષથી થયેલ શ્રવણ વડે, ગુરુની ભક્તિ વડે, તેમ જ વિનય વડે શિષ્યો ઇચ્છેલ સૂત્રોના અર્થોનો પાર જલદી પામે છે. ટીકા :
गुरुपरितोषगतेन-गुरुपरितोषजातेनेत्यर्थः, गुरुभक्त्या तथैव विनयेन, भक्तिः=उपचार: विनयो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org