________________
૮૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૯-૧૦૦૦ ભાવાર્થ :
ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું તેના કરતાં વિપરીત રીતે વ્યાખ્યાન કરનાર કોઈ આચાર્ય કાળનું શરણું ગ્રહણ કરીને વિચારે કે “આ કાળ વિષમ છે, તેથી મારું કરાયેલું વ્યાખ્યાન વિપરીત થાય તોપણ દોષ નથી.” તો તેમના દ્વારા લેવાયેલ આલંબનમાં કાળ પણ એકાંતે શરણ નથી જ થતો.
અહીં “કાળ એકાંતે શરણ નથી” એમ કહેવાનો આશય એ છે કે કોઈક અપેક્ષાએ કાળનું શરણું ઇષ્ટ છે, પરંતુ એકાંતે ઇષ્ટ નથી. તે અપેક્ષા બતાવે છે – પૂર્વકાલીન આચાર્યો જે રીતે આગમોનું વ્યાખ્યાન કરતા હતા, તે પ્રકારનું વ્યાખ્યાન આ યુગના વ્યુત્પન્ન પણ આચાર્યો પ્રાયઃ કરીને કરી શકતા નથી; એ અપેક્ષાએ કાળનું શરણું લઈને સ્વશક્તિ અનુસારે કોઈ વ્યુત્પન્ન આચાર્ય ઉપદેશ આપે તો દોષ નથી. છતાં પૂર્વની બે ગાથામાં બતાવેલા ગુણોવાળું વ્યાખ્યાન જેઓ કરી શકતા હોય તેવા આચાર્ય આ યુગને અનુસાર વ્યુત્પન્ન છે, અને તેઓ વ્યાખ્યાન કરવાના અધિકારી છે, અન્ય નહીં; અને જે ઉપદેશક હજી આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં વ્યુત્પન્ન થયેલા નથી, અને શ્રોતાઓમાં શ્રુતજ્ઞાનવિષયક તે પ્રકારનું ગૌરવ પેદા કરી શકે તેવા નથી, તેમ જ જિનવચનોના ગાંભીર્યને સમજ્યા નથી, ફક્ત યત્કિંચિત્ શાસ્ત્રો ભણીને જિનવચનોને યથાતથા જોડીને વ્યાખ્યાન કરનારા છે, તેવા સાધુ કાળનું અવલંબન લઈને વ્યાખ્યાન કરે તે ઉચિત નથી; કેમ કે તેઓની યથાતથા પ્રરૂપણા તત્ત્વના જિજ્ઞાસુ એવા યોગ્ય શ્રોતાઓને જિનવચનમાં હેયબુદ્ધિ પેદા કરાવે છે. આથી શાસ્ત્રમાં અવ્યુત્પન્ન ઉપદેશકે કાળનું અવલંબન લઈને પણ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ નહિ; કેમ કે જેમ આ કાળમાં પણ જે વિષાદિ મંત્રથી પ્રતિબદ્ધ થયેલ નથી અને જેમાં મારણશક્તિ રહેલી છે, એવા વિષાદિ સુખ આપનારા થતા નથી, તેમ આ કાળમાં પણ અવ્યુત્પન્ન સાધુ દ્વારા અપાયેલો ઉપદેશ પોતાના અને શ્રોતાઓના કલ્યાણનું કારણ બનતો નથી, અને મંત્રરહિત વિષાદિ જેમ આ કાળમાં પણ વિનાશ કરે છે, તેમ અવ્યુત્પન્ન સાધુનો ઉપદેશ આ કાળમાં પણ સ્વ-પરનો વિનાશ કરે છે. ૯૯લા
અવતરણિક :
પૂર્વગાથામાં કહ્યું કે વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ નથી, જેમ મંત્રરહિત વિષાદિ આ કાળમાં પણ સુખદ થતા નથી. તેથી હવે કેવા પ્રકારનું વિપરીત વ્યાખ્યાન વિષાદિ તુલ્ય છે? અને મંત્ર સમાન શું છે? તે જણાવવા અર્થે કહે છે –
ગાથા :
एत्थं च वितहकरणं नेअं आउट्टिआउ सव्वं पि।
पावं विसाइतुल्लं आणाजोगो अ मंतसमो ॥१०००॥ અન્વયાર્થ :
ધં ચ અને અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, માટ્ટિકાર્ડ આકુટ્ટિકાથી સળં પિ વિતરિપ સર્વ પણ વિતથકરણ પાવં પાપવાળું, વિસારૂતુર્ક-વિષાદિની તુલ્ય ગ્રં=જાણવું, મા ITનો અને આજ્ઞાયોગ મંતસમો મંત્રસમ (જાણવો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org