________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૦૩-૧૦૦૪ ગાથાર્થ :
વ્યાખ્યાન કરવાના સ્થાનને પ્રમાઈને બે નિષધાઓ કર્તવ્ય થાય છે. એક નિષધા ગુર માટે અને વળી બીજી નિષધા સ્થાપનાચાર્ય માટે હોય છે. ટીકાઃ
स्थानं प्रमृज्य व्याख्यास्थानं द्वे निषद्ये भवतः कर्त्तव्ये सम्यगुचितकल्पैः, तत्रैका गुरोर्भणिता निषीदननिमित्तं, द्वितीया पुनर्भवति मनागुच्चतरा अक्षाणां, समवसरणोपलक्षणमेतदिति गाथार्थः ૨૦૦રૂા.
ટીકાર્ય :
સ્થાનને=વ્યાખ્યાના સ્થાનને, પ્રમાજીને સમ્યગુ ઉચિત કલ્પો વડે=સારાં યોગ્ય વસ્ત્રો વડે, બે નિષદ્યા કર્તવ્ય થાય છે. તેમાંeતે બે નિષદ્યામાં, એક નિષદ્યા ગુરુના નિષદનના નિમિત્તે-ગુરુને બેસવા માટે, કહેવાયેલી છે. વળી મનામ્ ઉચ્ચતર એવી દ્વિતીય અક્ષોની હોય છે=ગુરુની નિષદ્યાથી કંઈક ઊંચી બીજી નિષદ્યા સ્થાપનાજી માટે તૈયાર કરવાની હોય છે. આ=વ્યાખ્યાન કરતી વખતે નિષદ્યા સ્થાપન કરીને તેના ઉપર અક્ષોની સ્થાપના કરવી એ, સમવસરણનું ઉપલક્ષણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગુરુની અને અક્ષોની એમ બે નિષદ્યા કરવાનું તાત્પર્ય એ છે કે વ્યાખ્યાનના સ્થાનનું પ્રમાર્જન કરીને સાધુઓએ બહુમાન જળવાય તેવા પ્રકારના સમ્યગૂ ઉચિત વસ્ત્રો વડે ગુરુને બેસવા માટે અને સ્થાપનાચાર્ય સ્થાપવા માટે બે આસનો પાથરવાનાં છે.
વળી, આસન પાથરીને અક્ષો સ્થાપવા અને તે અક્ષોની સમક્ષ વ્યાખ્યાન કરવું એ સમવસરણનું ઉપલક્ષણ છે. આશય એ છે કે સમવસરણમાં જેમ ભગવાન બિરાજમાન હોય છે, તેમ સમવસરણ સ્થાનીય નિષદ્યામાં સ્થાપનાચાર્ય બિરાજમાન હોય છે. આથી સામાચારી પ્રકરણની ગાથા ૭૬માં કહ્યું છે કે “અકૃતસમવસરણવાળા ગુરુએ વ્યાખ્યાન આપવું જોઈએ નહીં, તે ઉત્સર્ગ છે.” અને સમવસરણનો અર્થ કર્યો કે “અક્ષોની નિષદ્યા.” તેથી એ ફલિત થાય કે વ્યાખ્યાનકાળમાં નિષદ્યા રચીને તેના પર અક્ષોનું સ્થાપન કરવું, એ સમવસરણ રચીને તે સમવસરણમાં વ્યાખ્યાન આપવા બરાબર છે, એમ સૂચવે છે. ૧૦૦૩/l. અવતરણિકા:
विधिविशेषमाह -
અવતરણિતાર્થ :
વિધિવિશેષને કહે છે, અર્થાતુ ગાથા ૧૦૦૨માં બતાવેલ વ્યાખ્યાનકરણની વિધિમાંથી અન્ન, નિસિન્ન અને ગલ્લા શબ્દનો વિસ્તારથી અર્થ પૂર્વગાથામાં કર્યો, હવે ત્યાં કરવા યોગ્ય વિશેષ વિધિ બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org