________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૫-૧૦૦૬
છૂટક-છૂટક વંદન કરતા નથી; અને એક સાથે વંદન પણ ગુરુને ભાવથી નમવાપૂર્વક કરે છે, જેથી વંદન દ્વારા ગુરુ પ્રત્યે અહોભાવ થવાથી પોતે સાંભળેલ વ્યાખ્યાન પોતાના જીવનમાં સમ્યક્ પરિણમન પામે.
||૧૦૦૫
૯૨
અવતરણિકા :
પૂર્વગાથામાં કૃતિકર્મ કરવાની વિધિનો વિસ્તારથી અર્થ બતાવ્યો. હવે ગાથા ૧૦૦૨માં રહેલ HT શબ્દનો વિસ્તારથી અર્થ બતાવે છે
ગાથા :
-
सव्वे वि उ उस्सग्गं करिंति सव्वे पुणो वि वंदंति । नासन्ने नाइदूरे गुरुवयणपडिच्छगा होंति ॥१००६॥
અન્વયાર્થઃ
સવ્વ વિ કમ્પનું િિત=સર્વ પણ (સાધુઓ) ઉત્સર્ગને=કાયોત્સર્ગને, કરે છે, સવ્વ પુો વિ વંયંતિસર્વ (સાધુઓ) ફરી પણ વંદન કરે છે, ગુરુવયળપત્તિ=ગુરુવચનના પ્રતીચ્છકો=ગુરુના વચનને સાંભળવામાં તત્પર સાધુઓ, નાસન્ને નાપૂરે હ્રૌંતિ-ન આસન્નમાં, ન અતિદૂરમાં હોય છે.
ગાથાર્થઃ
સર્વ પણ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, સર્વ સાધુઓ ફરી પણ વંદન કરે છે, ગુરુના વચનને ઇચ્છનારા સાધુઓ બહુ દૂર નહીં બહુ નજીક નહીં એ રીતે બેઠા હોય છે.
ટીકા
Jain Education International
सर्वेऽपि च भूयः (? संभूय) कायोत्सर्गं कुर्वन्ति अनुयोगप्रारम्भार्थं, तत्समाप्तौ च सर्वे पुनरपि वन्दन्ते गुरुमेव, ज्येष्ठार्यमित्यन्ये, तदनु नाऽऽसन्ने नाऽतिदूरे गुर्ववग्रहं विहाय गुरुवचनप्रतीच्छका भवन्त्युपयुक्ता કૃતિ ગાથાર્થ: ૨૦૦૬॥
નોંધઃ
ટીકામાં ભૂય: શબ્દને ઠેકાણે સંમૂય હોવું જોઈએ, પાઠશુદ્ધિ મળેલી નથી.
ટીકાર્ય
અને સર્વ પણ સાધુઓ એકઠા થઈને અનુયોગના પ્રારંભ અર્થે=વ્યાખ્યાન શરૂ કરવા માટે, કાયોત્સર્ગને કરે છે, અને તેની=કાયોત્સર્ગની, સમાપ્તિમાં સર્વ સાધુઓ ફરી પણ ગુરુને જ વંદન કરે છે. જ્યેષ્ઠાર્યને=ગુરુ દ્વારા વ્યાખ્યાન કરાયેલ પદાર્થોને સ્પષ્ટ કરનારા એવા અનુભાષક સાધુને, વંદન કરે છે, એ પ્રમાણે અન્યો કહે છે. ત્યારપછી ગુરુવચનના પ્રતીચ્છકો=ગુરુના વચનના શ્રવણને ઇચ્છનારા સાધુઓ, ગુરુના અવગ્રહને છોડીને, ન આસન્નમાં, ન અતિદૂરમાં ઉપયુક્ત હોય છે અર્થાત્ અતિનજીકમાં નહીં, અતિ દૂરમાં નહીં, એ રીતે બેઠેલા ઉપયોગવાળા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org