________________
69
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાયા ૧૦૦૫ અવતરણિકા :
ગાથા ૧૦૦૨માં બતાવેલ વિધિમાંથી ગાથા ૧૦૦૩માં પ્રથમ ત્રણ શબ્દોનો વિસ્તારાર્થ બતાવ્યો. ત્યારપછી રોગી આચાર્યને આશ્રયીને વિશેષ વિધિ બતાવવા દ્વારા પૂર્વગાથામાં સ્પષ્ટ કર્યું કે આવા રોગી પણ આચાર્યએ હંમેશાં વ્યાખ્યાન આપવું જોઈએ.
હવે ગાથા ૧૦૦રમાં બતાવેલ ફિમ શબ્દનો વિસ્તારથી અર્થ બતાવે છે –
ગાથા :
जावइआओ सुर्णिती सव्वे वि हु ते तओ अ उवउत्ता ।
पडिलेहिऊण पोतिं जुगवं वंदंति भावणया ॥१००५॥ અન્વચાઈ:
તો મેં અને ત્યારપછી=શિષ્યોએ પાથરેલ નિષદ્યા ઉપર આચાર્ય બેસે ત્યારપછી, નવમો -જેટલા Uતી સાંભળે છે, માવજીયા=ભાવથી નમેલા સજો વિ 343 તે સર્વ પણ ઉપયુક્ત એવા તેઓ-તે સાધુઓ, પોત્તિ પવિત્નદિપ= મુહપત્તિને પ્રતિલેખીને ગુવં વંતિયુગપએક સાથે, વંદન કરે છે.
* “શું' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
શિષ્યોએ પાથરેલ આસન ઉપર આચાર્ય બેસે ત્યારપછી, જેટલા સાધુઓ વ્યાખ્યાન સાંભળે છે, ભાવથી નમેલા સર્વ પણ ઉપયુક્ત એવા તે સાધુઓ, મુહપત્તિને પ્રતિલેખીને એક સાથે વંદન કરે છે. ટીકા?
यावन्तः शृण्वन्ति व्याख्यानं सर्वेऽपि साधवः ते ततश्च तदनन्तरमुपयुक्ताः सन्तः प्रत्युपेक्ष्य पोत्ति तया कायं च युगपद्वन्दन्ते गुरूं, न विषमं, भावनताः सन्त इति गाथार्थः ॥१००५॥ ટીકાઈ:
અને ત્યારપછી–ગુરુ વ્યાખ્યાન આપવા આસન પર બેસે ત્યારપછી, જેટલા વ્યાખ્યાનને સાંભળે છે, સર્વ પણ ઉપયુક્ત છતા તે સાધુઓ મુહપત્તિને, અને તેના વડે=મુહપત્તિ વડે, કાયને=શરીરને, પ્રત્યુપેશીને, ભાવથી નમેલા છતા એક સાથે ગુરુને વંદન કરે છે, વિષમ નહીં આગળ-પાછળ વંદન કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
વ્યાખ્યાન સાંભળનાર સર્વ સાધુઓ આચાર્ય પધારે તે પહેલાં જ વ્યાખ્યાનમાંડલીમાં ઉપસ્થિત થયેલા હોય, અને આચાર્ય આસન ઉપર બેસે ત્યારે ઉપયોગવાળા થઈને મુહપત્તિનું અને શરીરનું પડિલેહણ કરે, જેથી સૂક્ષ્મ પણ જીવની વિરાધના ન થાય. ત્યારપછી સર્વ સાધુઓ આચાર્યને એક સાથે જ વંદન કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org